Site icon Gujarat Mirror

જામનગરમાં પૈસાની લેતી દેતી મુદ્દે યુવાન પર સશસ્ત્ર હુમલો

જામનગરમાં ખોજાનાકા વિસ્તારમાં રહેતા અને ટ્રક ડ્રાઇવિંગ કરતા અનવરભાઈ મોહમ્મદભાઈ ચાકી નામના ટ્રક ડ્રાઇવરે પોતાના ઉપર તલવાર વડે હુમલો કરી બંને હાથમાં ઇજા પહોંચાડવા અંગે રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતા મુનાફ સીદીકભાઈ પીંજારા સામે ફરિયાદ નોંધાવી છે, જયારે બંને હાથમાં ઈજા થઈ હોવાથી ફરિયાદીને લોહી લૂહાણ હાલતમાં જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેમના બંને હાથમાં દસ ટાંકા લેવા પડ્યા છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી ટ્રક ડ્રાઇવર અનવરભાઈ ચાકીએ થોડા સમય પહેલા પોતાના પરિચિત એવા રાજુભાઈ પ્રજાપતિ પાસેથી 40 હજાર રૂૂપિયા હાથ ઉછીના લીધા હતા, જેમાં આરોપી મુનાફભાઈ પીંજારા જામીન પડ્યો હતો. જે પૈસા પરત આપવા માટે છેલ્લા કેટલાક સમયથી મુનાફ દબાણ કરતો હતો. દરમિયાન ગઈકાલે ફરિયાદી ટ્રક ડ્રાઇવર ના ઘર પાસે આવીને આરોપીએ હંગામા મચાવ્યો હતો, કે આ રૂૂપિયા મારા છે, અને તું આપી દે નહીં તો પતાવી નાખે તેમ કહી તકરાર કરી હતી. અને હુમલો કરી દીધો હતો. જેથી મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે. એ એસ આઈ એચ. આર બાબરીયા આ મામલે વધુ તપાસ ચલાવી રહ્યા છે.

પરિણીતાનો ગળાફાંસા ખાઈ આપઘાત
જામનગરમાં ભીમવાસ -2 મેઇનચોક વિસ્તારમાં રહેતી સખીનાબેન અશરફભાઈ ગેરા નામની 40 વર્ષની મુસ્લિમ પરણીતાએ ગઈકાલે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણસર બાથરૂૂમના એંગલ માં દોરી બાંધી ગળાફાંસા દ્વારા આપઘાત નો પ્રયાસ કર્યો હતો.

આ બનાવ અંગે પરિવારને જાણ થતાં તેઓએ તુર્તજ 108 ની ટુકડીને ઘરે બોલાવી લીધી હતી, જે ટીમે ઘરે પહોંચી ને ચેક કરતાં સખીનાબેન નું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું.

આ બનાવ અંગે મૃતકના પરિવારના કુલસુમબેન કાસમભાઇએ પોલીસને જાણ કરતાં સીટી બી. ડિવિઝનના પી.એસ.આઇ એસ.જીમ કેશવાલા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને સખીનાબેન ના મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, જ્યારે આ બનાવ મામલે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

Exit mobile version