Site icon Gujarat Mirror

આર્ચી વૈષ્ણવના સંશોધનથી ગ્રામીણ વિસ્તારને મળશે દૂષિત પાણીથી છૂટકારો

તાજેતરમાં દિલ્હી ખાતે ઈજ્ઞમયદજ્ઞીિ રાષ્ટ્રીય કક્ષાની રોબોટિક સ્પર્ધાનું આયોજન કરાયું હતું.જેમાં આર્ચી વૈષ્ણવ, વરાન પરસાણા અને જહાન વિરડાએ રાષ્ટ્રીય કક્ષાએ રાજકોટનું પ્રતિનિધીત્વ કર્યું હતું જેમાં આર્ચી વૈષ્ણવે ઓઝોન પ્યુરીફિકેશન પર આધારિત પ્રોજેકટ રજુ કર્યો હતો અને ફેકટરી તેમજ પ્રદુષિત પાણીને કેમ ફિલ્ટર કરી તેનો વપરાશ કરી શકાય તેની વિસ્તૃત છણાવટ કરી હતી. આમ આર્ચી વૈષ્ણવએ અમદાવાદ ખાતે રાજયકક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું છે.

તેમજ તેના આ પ્રોજેકટને રાષ્ટ્રીય કક્ષાએ દ્વિત્ય સ્થાન પ્રાપ્ત થયુ છે. જે રાજકોટ માટે ગૌરવની બાબત ગણાય. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ખેતી એ મુખ્ય વ્યવસાય છે. ખાસ કરીને ઉનાળામાં પાણીની તંગીને કારણે આ સમયગાળામાં પાક નિષ્ફળ જાય છે અથવા તો લઈ શકાતો નથી. જેથી પીવાના પાણીની પણ અછત સર્જાઈ છે. ત્યારે જો આ પ્રોજેકટનું અમલીકરણ કરવામાં આવે તો ગ્રામ્ય કક્ષાએ ખેતી અને પીવાના પાણીની સમસ્યા મહદઅંશે હલ કરી શકાય. આ પ્રોજેકટને રાષ્ટ્રીય કક્ષાએ જ્યુરી મેમ્બરે વખાણ્યો હતો. જ્યારે વરાન પરસાણા અને જહાન વિરડાએ કાર્બન કેપ્ચર યુનિટનું વૈજ્ઞાનિક રીતે સમસ્યા કેમ ઉકેલી શકાય તેની છણાવટ કરતો પ્રોજેકટ મુક્યો હતો. જેને વિશિષ્ટ સ્થાન મળ્યું છે. આ બન્ને ટીમ રાષ્ટ્રીય કક્ષાએ ઉતિર્ણ થતા હવે તેઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ આયોજિત સ્પર્ધામાં ભાગ લેવા જાશે. આ સ્પર્ધા દોહા અને કતાર ખાતે યોજાશે. વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય કક્ષાએ પ્રતિનિધીત્વ માટે ઈજ જઝઊખ કઅઇના પ્રિતેશ રાણવાએ અને તેની ટીમે તાલીમ આપી હતી. આમ, રાજકોટના વિદ્યાર્થીઓ અને શિક્ષક પ્રિતેશ રાણવાએ રાજકોટનું ગૌરવ વધાર્યું છે.

Exit mobile version