રાજકોટમાં હાઇકોર્ટ સર્કિટ બેંચ લાવવાની 65 વર્ષ જૂની માંગણીની જ્યારે ફરીથી હિલચાલ શરૂૂ થઈ છે, તેમાં રાજકોટ બાર એસોસિએશન દ્વારા હાઇકોર્ટ બેંચ કમિટીની કરવામાં આવી છે તે યોગ્ય પગલું છે, પરંતુ સૌરાષ્ટ્રની 3.30 કરોડ લોકો અને હજારો વકીલો માટે આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન વહેલી તકે ઉકેલવાના પ્રયત્નો વધુ બળવત્તર બને તે માટે આ પ્રશ્નના કેટલાક અનુભવી ધારાશાસ્ત્રીઓ, જુદા જુદા ક્ષેત્રના આગેવાનો જરૂૂરી હોવાનું જણાવી બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને વરિષ્ઠ ધારાશાસ્ત્રી લલિતસિંહ જે. શાહી અને ડિસ્ટ્રીકટ બાર એસો.ના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાએ હાઇકોર્ટ બેંચ એકશન કમિટીમાં આવા અનુભવીઓને સ્થાન આપવા અપીલ કરી છે.
બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ લલિતસિંહ શાહીએ જણાવ્યું છે કે, હાઈકોર્ટ બેંચના નિરાકરણ માટે તેમજ કમિટીને વધુ સક્રિય કરવા માટે અગાઉ હાઇકોર્ટના પ્રશ્ને સક્રિય અને આગળ ઊભા રહેલા અગ્રણી વકીલો વજુભાઈ આર. વાળા, હસુભાઈ દવે, પ્રવીણભાઈ વસાવડા, રમેશભાઈ રૂૂપાપરા, ઉમેશભાઈ રાજયગુરૂૂ, અનીલ દેસાઈ, કમલેશ જોષીપુરા, કિરીટ પાઠક, માધવ દવે, તરૂૂણ કોઠારી, સંજયભાઈ વ્યાસ, દિલીપભાઈ જોષી, શ્યામલ સોનપાલ, વિકાસ શેઠ, અર્જુનભાઈ પટેલ, મહિલા વકીલો વિગેરે તેમજ લીગલ સેલના હોદેદારો, બાર એસોસિએશનના પૂર્વ હોદ્દેદારો, સૌરાષ્ટ્રના જિલ્લાઓ અને તાલુકા કક્ષાએ જયાં કોર્ટ કાર્યરત છે, તે એસોસિએશનના હોદેદારો, સૌરાષ્ટ્રના બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્યો તેમજ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના સાંસદો, ધારાસભ્યોનો સમાવેશ કરવો જરૂૂરી છે. સૌરાષ્ટ્રના ઓદ્યૌગીક, વેપારી, બિલ્ડર, સામાજિક સહિતના સંગઠનો, અગ્રણી સંસ્થાઓના હોદ્દેદારોનો પણ સમાવેશ કરવો જરૂૂરી છે.મહારાષ્ટ્ર રાજયમાં બોમ્બે હાઈકોર્ટ તદુપરાંત વધારાની બેંચ, ઔરંગાબાદ, નાગપુર, કોલ્હાપુર અને પણજી (ગોવા) ખાતે આવેલ છે.
આ જ પ્રકારની અન્ય રાજયોમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશમાં તેમજ દેશના અન્ય રાજયોમાં એક કરતા વધારે હાઈકોર્ટની બેંચ અસ્તિત્વમાં છે. જેઓને જે કાયદાકીય પરીસ્થિતિ અનુસાર બેંચ ફાળવવામાં આવેલ છે. તેના કરતા રાજકોટનો પ્રશ્ન ભૌગોલીક દ્રષ્ટિએ તેમજ કામના ભારણને લીધે વધુ મજબુત કેસ છે. આ અતિ મહત્વના પ્રશ્નને ફરીથી સક્રિય કરવા માટે સૌ કોઈના સહકારથી વડાપ્રધાન, મુખ્યમંત્રી, રાજયપાલ સમક્ષ આ કમિટીના અગ્રગણ્ય હોદેદારો દ્વારા રૂૂબરૂૂ રજૂઆત કરીને લાંબા સમયથી અટવાયેલા પ્રશ્નનું નિરાકરણ ત્વરીત કરવા માટે કાર્યવાહીઓ કરવામાં આવે તે ખુબજ જરૂૂરી છે.
