Site icon Gujarat Mirror

દ્વારકામાં અસામાજિક શખ્શનું મકાન અને ધાર્મિક સ્થળનું કરાયું ડિમોલિશન

યાત્રાધામ દ્વારકામાં તંત્ર દ્વારા આજે સાંજે ખારા તળાવ વિસ્તાર માં રહેલ સરકારી જગ્યા ઉપર અસામાજિક તત્વો દ્વારા પાકુ મકાન બનાવી દબાણ કરેલ હોય તે દબાણ ષભબ ની મદદથી દ્વારકા નગરપાલિકાની ટીમ એસ ડી એમ તેમજ પોલીસ બંદોબસ્ત સ્ટાફ સાથે રાખી ડિમોલેશન કરવામાં આવ્યું હતું જેમાં એક મકાનો સમાવેશ થયો જે જમીન દોષ કરી નાખવામાં આવેલ તેમજ તેમજ રુક્ષ્મણી મંદિર રોડ પાસે આવેલ એક ધાર્મિક મંદિર આવેલ હતું જે થોડા દિવસો પહેલા તંત્ર મંદિર પાડવા આવ્યું હતું જે મંદિર પાડવા પત્યે વિવાદ થયો હતો. તે મંદિર આજે તંત્ર દ્વારા જમીન દોષ કરી નાખવામાં આવ્યુ હતું. ઉલ્લેખીયન છેકે જે મંદિર ડિમોલેશન કર્યું જે આવડ માતાજી નું હતું તે માતાજીની સ્થાપના ધામધુમથી અન્ય જગ્યાએ સ્થાપિક કરવામાં આવી હતી.

અગામી દિવસોમાં રુક્મણિ મંદિર સામે અન્ય સરકારી જગ્યામાં ગેરકાયદે દબાણ કારોને 50 જેટલા ઈસમોને નોટીસો આપી તેની મુદતો પણ પુરી થૈઇ ગયેલ હોય તે સરકારી કરોડો રૂૂપિયાની કિમતની લાખો ફુટ જગ્યા ઉપર તંત્ર બુલડોઝર ફેરવી જગ્યા ખુલ્લી કરશે? કે નહિ એ જોવાનું રહ્યુ.

Exit mobile version