Site icon Gujarat Mirror

શહેરમાં હાર્ટએટેકથી વધુ એક પ્રૌઢાનું મોત

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલો બનાવોનુ પ્રમાણ વધી રહ્યુ છે. ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ એક પ્રૌઢાનુ મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. ગુરુપ્રસાદ ચોકમાં રહેતા પ્રૌઢાને હાર્ટએટેક જીવલેણ નિવડ્યો હતો.

જાણવા મળતી વિગત મુજબ ગુરુપ્રસાદ ચોક પાસે જેડી પાઠક પ્લોટમાં રહેતા સરોજબેન પોપટભાઇ ડોડીયા (ઉ.વ.52) નામના પ્રૌઢા આજે સવાર પોતાના ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઇ ઢળી પડતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા ફરજ પરના તબીબે જોઇ તપાસી મરણ ગયાનું જાહેર કર્યુ હતુ. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી માલવીયાનગર પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક સરોજબેનના પતિ હયાત ન હોવાનુ અને તેમને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે. હાર્ટએટેકથી મૃત્યુ થયાનુ તબીબો દ્વારા જણાવાયુ છે.

Exit mobile version