Site icon Gujarat Mirror

ખોખડદળ નદીના પુલથી વેલનાથ જડેશ્ર્વર જવાના બિસમાર રસ્તા બાબતે ફરી આવેદન

કોંગ્રેસ નગર સેવિકા સહિતના લોકોની કલેકટરને રજૂઆત

રાજકોટના ખોખડદળ નદીના પુલથી વેલનાથ જડેશ્વર જવાના રસ્તાની ખરાબ હાલત અંગેની રજૂઆત વોર્ડ નંબર 15 ના કોંગ્રેસના કોર્પોરેટર કોમલબેન ભરાઈ દ્વારા કરવામાં આવી છે.

આવેદનમાં જણાવ્યું હતું કે રસ્તો છેલ્લા 20 વર્ષથી કાચો ગાડા માર્ગ છે. આ રસ્તો વોર્ડ નંબર 15 અને વોર્ડ નંબર 18 ને જોડે છે અને તેના પર દરરોજ અંદાજે 20,000 થી 25,000 લોકો અવરજવર કરે છે અગાઉ મહાનગરપાલિકાને રજૂઆત કરતા તેઓએ જણાવ્યું હતું કે આ જગ્યા કલેક્ટર હસ્તક હોવાથી તેઓ રસ્તો બનાવી શકશે નહીં.

રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ કલેક્ટરને અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી છતાં પણ હજુ સુધી કોઈ પણ કામગીરી થઈ નથી જેના પગલે આજે ફરી એક વખત કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરાઇ છે.

Exit mobile version