Site icon Gujarat Mirror

વધુ એક પેટા ચૂંટણીની નોબત, કડીના ધારાસભ્ય કરશનભાઈનું નિધન

લાંબી બીમારી બાદ હોસ્પિટલમાં અંતિમ શ્ર્વાસ લીધા

મહેસાણાના કડીના ભાજપના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું નિધન થતાં વધુ એક પેટા ચુંટણીની નોબત આવી છે. કરશનભાઈ સોલંકી લાંબા સમયથી બિમાર હતા તેઓ 2017 અને 2022માં ભાજપની ટિકિટ પરથી વિજેતા થયા હતા આજે સવારે નિકળેલી તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં અગ્રણીઓ, કાર્યકરો જોડાયા હતાં. તેઓ સાદગીના પ્રતિક મનાતા હતાં. નોંધનીય છે કે કરશનભાઈ પોતાના સરળ અને સૌમ્ય સ્વભાવના કારણે સમગ્ર વિસ્તારમાં જાણીતા હતા.

તેઓ ઘણીવાર સરકારી બસમાં મુસાફરી કરતાં તો લોકોમાં ચર્ચાનો વિષય બની જતો હતો. ઘણી વખત તેમને મોંઘીદાટ ગાડીઓની ઑફર પણ આવી હતી જે તેમણે સ્વીકારી નહીં. તેમના સાદગીભર્યા જીવનના કારણે તેમને લોકચાહના મળી હતી.

Exit mobile version