જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર સરમત ગામના પાટિયા પાસે ગઈકાલે મોડી રાત્રે અકસ્માતનો વધુ એક બનાવ બન્યો છે, અને કાળમુખા ટેન્કરની ઠોકરે રસ્તો ઓળંગી રહેલા એક અજ્ઞાત આધેડ નો ભોગ લેવાયો છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર સરમત ગામના પાટીયા પાસે ગઈ રાત્રે 12.00 વાગ્યાના અરસામાં 50 વર્ષની વયના એક આધેડ રસ્તો ઓળંગી રહ્યા હતા, જે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા જીજે 12 ટી.ડબલ્યુ. 1641 નંબરના ટ્રક ટેન્કરના ચાલકે તેઓને હડફેટમાં લઈ લેતાં ચગદાઈ જવાથી બનાવના સ્થળે જ કમ કમાટી ભર્યું મૃત્યુ નીપજયું છે.
આ અકસ્માતના બનાવની જાણ થતાં સિક્કા પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાંતભાઈ ગાંભવા અને સ્થાફના મહેશભાઈ અઘેરા બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, જ્યારે મૃતકની ઓળખ થઈ શકી ન હોવાથી તેની ઓળખ કરવા માટે મૃતદેહ ને જી.જી. હોસ્પિટલના કોલ્ડ રૂૂમમાં રાખવામાં આવ્યો છે, જ્યારે અકસ્માત સર્જનાર ટેન્કર ચાલક સામે ફરિયાદ નોંધવા માટેની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

