ગુજરાત

અંજારના આરોગ્ય અધિકારીને હનીટ્રેપમાં ફસાવી લાખોનો તોડ કરનાર મહિલા ઝડપાઈ

Published

on

આશાવર્કર તરીકે નોકરીના બહાને ઘરે બોલાવી કપડાં ઉતારી વીડિયો બનાવી 30 લાખ ખંખેર્યા હતા

અંજારના તાલુકાના આરોગ્ય અધિકારીને હની ટ્રેપ કરી, અશ્ર્લીલ વીડિયો ઉતારી બ્લેક મેઈલ કરીને 30 લાખ રૂૂપિયા પડાવવા પ્રયાસ કરાયો હતો. આ મામલે મહિલા આરોપી નર્મદાની પોલીસે ધરપકડ કરી છે. નર્મદાએ આશા વર્કરની નોકરી મેળવવાના બહાને આરોગ્ય અધિકારી ડો. રાજીવ અંજારીયાને હની ટ્રેપ કરીને પોતાના ઘેર ચા પાણી માટે બોલાવ્યા હતા. અંજારીયા તેના ઘેર ગયાં ત્યારે ગુલામ મીરે તેમને મુઢ માર મારીને નર્મદા જોડે ઊભાં રખાવીને અશ્ર્લીલ હાલતમાં વીડિયો ઉતાર્યો હતો.

મળતી માહિતી અનુસાર, સવા મહિના પહેલાં વોટ્સ-એપ મેસેજ કરીને આશા વર્કર તરીકે નોકરી કરવા વિનંતી કરી હતી. આ પછી વોટ્સ-એપ મેસેજીસ કરીને ડો. રાજીવ સાથે સંબંધો ગાઢ બનાવ્યો હતો. પોતે અંતરજાળ ગામે માતા-પિતાના ઘરે હોવાનું અને ચા પીવા માટે આવવા આમંત્રણ આપ્યું હતું. અંજારથી દસેક કિલોમીટર દૂર અંતરજાળ ગામે મહિલાના ઘરે તાલુકા હેલ્થ ઓફિસર પહોંચ્યા હતા. ઘરમાં મહિલા એકલી હતી અને કપડાં ઉતારવા લાગી હતી. આ સમયે જ મહિલાનો કહેવાતો પતિ આવ્યો હતો અને ડો. અંજારિયાનો શર્ટ ઉતરાવી વીડિયો ઉતારી લઈ લાફા પણ માર્યા હતા.

30 લાખ રૂૂપિયા માગવામાં આવતાં ડો. અંજારિયાએ ઓફિસે લઈ જઈને બેન્કમાંથી ઉપડાવી 50,000 આપ્યા હતા. બાકીના 30 લાખના છ ચેક આરોપી મહિલા નર્મદા દિનેશ વાળંદ અને તેના કહેવાતા પતિ દિનેશ ઉર્ફે ગુલામ હાજીએ પડાવી લીધાની ફરિયાદ આદિપુર પોલીસમાં નોંધાવાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version