શહેરમા સંતકબીર રોડ પર આવેલા ગોકુલનગર આવાસ યોજનાનાં કવાર્ટરમા રહેતા આધેડ માર્કેટીંગ યાર્ડ પાસે હતા. ત્યારે અજાણ્યા શખસોએ ફાકી માંગી હતી. આધેડે ફાકી નહી આપતા અજાણ્યા શખસોએ છરીનો ઘા ઝીકી દીધો હતો. આધેડને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ સંતકબીર રોડ પર આવેલા ગોકુલનગર આવાસ યોજનાનાં કવાર્ટરમા રહેતા રાજુભાઇ બચુભાઇ વરુ નામનાં 52 વર્ષનાં આધેડ માર્કેટીંગ યાર્ડ પાસે હતા. ત્યારે અજાણ્યા શખસોએ ફાકી માંગી હતી. રાજુભાઇ વરુએ ફાકી નહી આપતા અજાણ્યા શખસોએ ઉશ્કેરાય જઇ ઝઘડો કરી છરીનો ઘા ઝીકી દીધો હતો હુમલામા ઘવાયેલા આધેડને સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે દાખલ કરવામા આવ્યા હતા.
આ ઉપરાંત અન્ય બનાવમા જુના માર્કેટ યાર્ડ પાસે સાગર નગરમા રહેતા હમીર રોહીતભાઇ દેલવાડીયા નામનો 19 વર્ષનો યુવાન જુના માર્કેટ યાર્ડ પાસે હતો. ત્યારે વીજય સહીતનાં શખસોએ ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો જયારે બીજા બનાવમા કાલાવડ રોડ પર યોગી નીકેતન સોસાયટીમા રહેતા નીલેશભાઇ નાનજીભાઇ મારડીયા (ઉ.વ. પ8 ) એસ્ટ્રોન ચોક ખાતે હતા. ત્યારે અજાણ્યા શખસોએ ઝઘડો કરી માર માર્યો હતો. હુમલામા ઘવાયેલા યુવક અને આધેડને સારવાર માટે સિવીલ હોસ્પીટલમા ખસેડાયા હતા. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

