Site icon Gujarat Mirror

માલિયાસણ પાસે રિક્ષા અકસ્માતમાં ઘવાયેલા પ્રૌઢે સારવારમાં દમ તોડ્યો

આજીડેમ ચોકડી પાસે આખલાએ વૃધ્ધને ઢીંકે ચડાવતા ઇજા

શહેરમા નવાગામ આણદપર સોસાયટીમા રહેતા કમલેશભાઇ કેશુભાઇ વાઘેલા (ઉ.વ. 4પ) પાંચ દિવસ પુર્વે પોતાની રીક્ષા લઇ માલીયાસણ પુલ પાસેથી પસાર થઇ રહયા હતા ત્યારે કમલેશભાઇ વાઘેલાએ ડ્રાઇવીંગ પરનો કાબુ ગુમાવતા રીક્ષા પલ્ટી ગઇ હતી. અકસ્માતમા ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢને સારવાર માટે સિવીલ બાદ દોશી હોસ્પીટલમા દાખલ કરાયા હતા જયા તેમનુ મોત નીપજતા પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો. પ્રાથમીક તપાસમા મૃતક પ્રૌઢ 3 ભાઇ બે બહેનમા વચેટ હતા અને તેમને સંતાનમા બે પુત્ર અને એક પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે. બીજા બનાવમા આજીડેમ ચોકડી નજીક ચંદુભાઇ પાચાભાઇ જાદવ (ઉ.વ. 6પ) રીક્ષામાથી ઉતરતા હતા ત્યારે આખલાએ ઢીકે ચડાવતા વૃધ્ધને ઇજા પહોંચી હતી. વૃધ્ધને તાત્કાલીક સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. ઉપરોકત બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે .

Exit mobile version