Site icon Gujarat Mirror

‘તુ મારા ઘરે ઉઘરાણી કરવા કેમ આવેલો’ કહી હેર ડ્રેસરના ધંધાર્થી વૃધ્ધ ઉપર પથ્થરથી હુમલો

oplus_0

શહેરના જામનગર રોડ પર બજરંગ વાડી પોલીસ ચોકી પાસે હેર ડ્રેસરની દુકાન ધરાવતા વૃધ્ધને ‘તુ મારા ઘરે ઉઘરાણી કરવા કેમ આવેલો’ તેમ કહી શખ્સે પથ્થર વડે હુમલો કરી માર મારતા ઇજાગ્રસ્ત વૃધ્ધને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

જાણવા મળતી વિગત મુજબ પડધરીના ન્યારા ગામે રહેતા અને જામનગર રોડ પર બજરંગ વાડી પોલીસ ચોકી સામે ઉમેશ હેર ડ્રેસર નામે દુકાન ચલાવતા લાલજીભાઇ ભુરાભાઇ સોલંકી (ઉ.વ.75)નામના વૃધ્ધ આજે સવારે પોતાની દુકાને હતા ત્યારે ઇકબાલ નામના શખ્સે આવી ઝઘડો કરી પથ્થર વડે માર મારતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં આરોપી ઇકબાલ ચાર દિવસ પહેલા બાલ દાઢી કરાવી ગયો હતો. જેના રૂા.120 બાકી રાખીને ગયો હતો જેથી લાલજીભાઇ તેના ઘરે ઉઘરાણી કરવા જતા રૂા.100 આપ્યા હતા. બાદમાં આજે સવારે આરોપી દારૂ પીને તેની દુકાને ઘસી આવ્યો હતો અને ‘તુ મારા ઘરે ઉઘરાણી કરવા કેમ આવેલો’ તેમ કહી માર માર્યાનું જાણવા મળ્યુ છે.

Exit mobile version