Site icon Gujarat Mirror

પાટીદાર સમાજની તમામ સંસ્થાઓ ઉમિયાધામનાં છત્ર નીચે એક બને: મૌલેશભાઇ ઉકાણી

 

ઇશ્ર્વરિયા ખાતે ઉમાસંકુલમાં જીવન વિદ્યાપીઠનું ભૂમિપૂજન: ગોવાણી પરિવાર સહિતના દાતાઓને ફૂલડે વધાવતા ઉમિયાધામનાં હોદેદારો

સંગઠનનો ગુણાકાર અને શકિતનો સરવાળો કરી સૌનો સાથ સૌના વિકાસ ના સૂત્રને સાર્થક કરતા પાટીદારો સર્વે સમાજને સાથે રાખી ચાલનારો સમાજ છે. ઉમિયાધામની વિવિધ પ્રવૃત્તિઓ દ્રારા સમાજને સંગઠીત કરી સામાજીક, શૈક્ષણિક અને આદ્યોગીક વિકાસની નવી રાહ ચિંધાય છે. ઉમિયા માતાજી મંદિર સિદસર ના નેજા રાજકોટની ભાગોળે ઇશ્વરીયા ખાતે 3ર વિધા જમીનમાં ઉમા સંકુલ માં 1રપ કરોડના શૈક્ષણિક પ્રોજેકટ અંતર્ગત ’જીવન વિદ્યાપીઠ’ નું તા. રપ ના રોજ ભૂમીપૂજન સમારોહ યોજાયો હતો. ઉમિયાધામના હોદેદારોએ સમુધ્ધી યોજના-3 અંતર્ગત રાજકોટ-અમદાવાદ શૈક્ષણિક પ્રોજેકટ તેમજ વિવિધ કેટેગરીમાં દાન આપનારા દાતાઓને સન્માનીત કર્યા હતા. તા. રર થી રપ ચાર દિવસના જ્ઞાતી સમૂહ ભોજનમાં રાજકોટના કડવા પાટીદાર પરિવારો ની સાથો-સાથ સર્વ જ્ઞાતિ સર્વ સમાજના શ્રેષ્ઠીઓ અગ્રણીઓ સંસ્થાના કારોબારી સભ્યો એ જ્ઞાતી સમૂહ ભોજનનો લ્હાવો લીધો હતો.

ઇશ્વરીયા ખાતે ત્રિવેણી સમારોહના વિશાળ પટ્ટાંગણમાં સમારોહ સ્થળના પ્રારંભે આકર્ષક સુશોભીત પ્રવેશદ્રારા, મા ઉમિયા, શ્રીરામ-લક્ષ્મણ જાનકી સાથેની પ્રતિમા, શિવજીની પ્રતિમા સાથેના મંદિરો, કૃષ્ણ ની મોહમ પ્રતિમા લોકાના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. સમારોહ સ્થળે ચાર દિવસ રપ કુંડી મહાયજ્ઞ માં દાતા પરિવારો યજમાન બન્યા હતા. યજ્ઞના વૈદિક મંત્રોચ્ચાર થી યજશાળા ગુંજી ઉઠી હતી. દર્શનાર્થીઓને યજ્ઞના દર્શન અને પ્રરિક્રમાનો લ્હાવો લીધો હતો. સમારોહ સ્થળે અદભૂત આધ્યાત્મીક વાતાવરણ ઉભુ થયુ હતુ. ત્રિવેણી સમારોહ પ્રસંગે બાળાઓ દ્રારા માતાજીની પ્રાર્થના નૃત્ય તથા સ્વાગત નૃત્યની સુંદર પ્રસ્તુતી કરવામાં આવી હતી. ત્રિવેણી સમારોહમાં ઉમિયા પદયાત્રીક પરિવાર દ્રારા રકતદાન કેમ્પ યોજાયો હતો.

ત્રિવેણી સમારોહમાં ઉમિયાધામના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણીએ સમાજને ઉદ્બોધન કરતા જણાવ્યુ હતુ કે પાટીદાર સમાજ પોતાના વડવાઓના પરિશ્રમ થકી પ્રગતિ સાંધી છે. પથ્થર માંથી શિલ્પ (મૂર્તી) બન્યો છે. પાટીદાર સમાજ તકો ઉભી કરનાર સમાજ છે. સરસ્વતીની સાધના મા લક્ષ્મીની ધનકૃપા અને મા ઉમિયાની આરાધના થકી સંગઠીત બની પ્રગતિ સાંધે તેવી નેમ વ્યકત કરી હતી. ઉમિયાધામના ઉપપ્રમુખ જગદીશભાઈ કોટડીયાએ સંક્ષીપ્ત ડોકયુમેન્ટરી દ્રારા નિર્માણાધીન જીવન વિદ્યાપીઠ- રાજકોટનો તેમજ મંત્રી જયેશભાઈ પટેલે અમદાવાદ પ્રોજેકટનો પરિચય આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંગઠન સમિતિ-સિદસરના પ્રમુખ કૌશીકભાઈ રાબડીયાએ કર્યુ હતુ. સમૂહ ભોજન પૂર્વે યોજાયેલ દરરોજ મહાઆરતીમાં પાટીદારોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો.

સમુધ્ધી યોજના અંતર્ગત શૈક્ષણિક પ્રોજેકટમાં દાન આપનારા દાતાઓને વધાવતા ઉમિયાધામના હોદેદારો ઉમિયા માતાજી મંદિર સિદસર ખાતે 1999 માં ઓ.આર.પટેલ ની અધ્યક્ષતામાં સમુધ્ધી યોજના-1 ખુલ્લી મુકવામાં આવી ત્યારબાદ 2012 ,માં રજત જયંતિ મહોત્સવ માં સમુધ્ધી યોજના-ર અમલમાં મુકવામાં આવી આ સમુધ્ધી યોજનાના દાન થકી દિકરા-દિકરીઓ માટે સંકુલો છાત્રાલયો નું નિર્માણ સાથે અનેક સમાજ વિકાસના કાર્યો કરવામાં આવ્યા સિદસર ના નેજા હેઠળ અમલી બનાવેલ સમુધ્ધી યોજના -3 અંતર્ગત ઉમા સંકુલ, જીવન વિદ્યાપીઠ-રાજકોટ, ઉમા વાટીકા-સિદસર, ઉમા છાત્રાલય હોસ્ટેલ-અમદાવાદ ના શૈક્ષણિક પ્રોજેકટો નિર્માણાધીન છે. આ સમુધ્ધી યોજનાઓમાં ઇશ્વરીયા ઉમાસંકુલ માં જીવન વિદ્યાપીઠ- રાજકોટ માં 12.51 કરોડનું દાન આપનાર મુખ્ય દાતા જીવનભાઇ ગોવાણી પરિવાર, 3.11 કરોડ ના ઓડીટોરીયમ હોલના દાતા તરીકે અમીતાબેન નટુભાઈ ઉકાણી, તથા સોનલબેન મૌલેશભાઇ ઉકાણી, સ્પોર્ટસંકુલ ના દાતા પાણ ગ્રુપના મનસુખભાઈ પાણ, રાજનભાઈ વડાલીયા, સનફોર્જના રાજેશભાઈ કાલરીયા, 3.11 કરોડ વિદ્યાસંકુલ-1 ના દાતા ઇટાલીકા ગ્રુપના રેખાબેન શૈલેષભાઈ વૈશ્નાણી 3.11 કરોડ વિદ્યાસંકુલ-ર ના દાતા કિરણભાઈ વાછાણી, 1.11 કરોડના લાયબ્રેરીના દાતા ફાલ્કન ગ્રુપના પરીતા રીશીભાઈ કોટડીયા, ભાવનાબેન જગદીશભાઈ કોટડીયા, 11 લાખના લીફટના દાતા દિલીપભાઈ તથા નિતિનભાઈ ફળદુ-જામનગર, 7.51 લાખના સ્કૂલરૂૂમના દાતા તરીકે પ્રવીણભાઈ રામાણી, સંજયભાઈ કોરડીયા (ધારાસભ્ય-જૂનાગઢ) ડો. પ્રદીપ કણસાગરા, ત્રિભૂવનભાઈ વાંસજાળીયા -મોરબી, પ્રવીણભાઈ લેડીઝીલ ગ્રુપ, જીજ્ઞેશ આદ્રોજા એન્જલ ગ્રુપ, ધીરૂૂભાઈ ડઢાણીયા સુમો ગ્રુપ, દિલીપભાઈ ધરસંડીયા, ભરતભાઈ વાંસજાળીયા, ગૌતમભાઈ ધમસાણીયા, વિપુલભાઈ માકડીયા (સી.એ), મંજુલાબેન અઘેરા- લંડન, સંજયભાઈ ધરસંડીયા, કાંતીભાઈ માકડીયા નેબ્યુલા ગ્રુપ, કરશનભાઈ આદ્રોજા, તથા ઉમિયાધામ સિદસરમાં રૂૂા. રપ લાખનું અનુદાન આપી દાતા ટ્રસ્ટી બનેલા દિલીપભાઈ માકડીયા, અરવિંદભાઈ ઘેટીયા, સંજય ઝાકાસણીયા, વિકી ચુનીભાઈ ઘોડસરા મેટ્રો ગ્રુપ, મનોજભાઈ એરવાડીયા, પ્રજ્ઞેશ રૈયાણી, મનસુખભાઇ ભીમાણી, શૈલેષભાઇ દેસાઈ, ડો. કલ્પેશ હરગોવિંદભાઈ હરીપરા, ચંદુભાઈ ઝાલરીયા, શૈલેષભાઈ ભાલોડીયા, અશ્વિનભાઇ માકડીયા, માનવ ઝાટકીયા, હેમેન્દ્રભાઈ માણસુરીયા, કાંતીભાઈ ખાનપરા, કે.કે.સોરઠીયા, શેખર આદ્રોજા, જીતભાઈ કુંડારીયા, ધીરૂૂભાઈ કનેરીયા, મનોજભાઇ લાડાણી, રમણીકભાઈ કાલાવડીયા, જેરામભાઈ ભાલોડીયા સહીત રર જેટલા ટ્રસ્ટીઓનું વિવિધ કાર્યોક્રમો દરમ્યાન સન્માન કરવામાં આવ્યુ હતુ.

Exit mobile version