Site icon Gujarat Mirror

શહેરના તમામ કતલખાના શુક્રવારે બંધ રાખવા આદેશ

મહાત્મા ગાંધી નિર્વાણ દિન નિમિત્તે મનપા દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ

મહાનગરપાલિકા દ્વારા આગામી તા.30ને શુક્રવારના રોજ મહાત્મા ગાંધી નિર્વાણદિન નિમિત્તે મનપાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાના બંધ રાખવા તેમજ માસ, મટન, મચ્છી અને ચીકનનુ વેંચાણ કરવા પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

આગામી તા.30/01/2026 ના રોજ મહાત્મા ગાંધી નિર્વાણ દિન નિમિતે રાજકોટ મહાનગર પાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છી અને ચીકનનું વેંચાણ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. સંબંધકર્તા સર્વેએ આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી જી.પી.એમ.સી. એકટ-1949ની કલમ 329 અને 336 તથા રાજકોટ મહાનગરપાલિકાના બાયલોઝ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની સંબંધકર્તા સર્વેએ ગંભીર નોંધ લેવી.

Exit mobile version