Site icon Gujarat Mirror

ડિમોલિશનના વિરોધમાં અલંગ શિપ બ્રેકીંગ યાર્ડ બેમુદતી બંધનું એલાન

ભાવનગર જિલ્લાના અલંગ મણાર સ્થિત સરકારી ખરાબા અને ગૌરચણ ની જમીન પર થયેલા વર્ષો જુના દબાણો ને દૂર કરવા માટે ડીમોલેશન પાર્ટ-2 ના ભાગ રૂૂપે તંત્ર દ્વારા દબાણકર્તાઓ ને દબાણ દૂર કરો નહિતર તંત્ર દ્વારા કાર્યવાહી કરવાની કરેલ તાકીદ ને લઈ સ્થાનિક રહીશોમાં રોષ ફેલાયો છે.અહીં વસવાટ કરતા સ્થાનિક,પર પ્રાંતિય શ્રમિકો, અને તેના પરિવાર જનોને,ધંધાર્થિઓ ને ક્યાં જવું તેવા પ્રશ્નો ને લઇ,ડીમોલેશન કાર્યવાહી બંધ રાખવામાં આવે તેવી માંગ સાથે અલંગ ગ્રામ પંચાયત ના મહિલા સરપંચ ના પતિ રવિરાજસિંહ ગોહિલ દ્વારા અલંગ થી તળાજા ડે. કલેક્ટર કચેરી સુધી રેલી નું આયોજન કરી આવેદનપત્ર પાઠવવાના અને જહાજ કટિંગ માટે એકપણ વ્યક્તિ એ મજૂરી કામ અર્થે જવું નહિ નું ફુંકેલ બ્યુગલ ને જબરદસ્ત સમર્થન મળ્યું હતું.

પ્રારંભિક તબક્કે પદયાત્રા યોજી હતી. બાદ અલંગ મણાર ના રહીશો,શ્રમિક ભાઈઓ બહેનો ને વાહનોભરી ને મોટી સંખ્યામાં ડીમોલેશન અટકાવવાની માગ અને ગામ તળ ને નિમ કરવા ની લાગણી સાથે અલંગ શિપયાર્ડ અસ્તિત્વ માં આવ્યા બાદ આજસુધી ની આવી પ્રથમ રેલી યોજાઈ હતી જેને જબરદસ્ત સફળતા મળી હતી.રેલી ની જન સંખ્યા જોઈને પોલીસ નો બંદોબસ્ત ગોઠવાયો હતો.

રેલીમાં જોડાનાર વિશાળ જન સંખ્યાને મામલતદાર કચેરીના ગ્રાઉન્ડમા બેસવાની વ્યવસ્થા કરીને આગેવાનો ને ડે. કલેક્ટર સમક્ષ રજૂઆત અને આવેદનપત્ર આપવા માટે લઈ જવાયા હતા.અહીં આગેવાનો જ્યાં સુધી શ્રમિકો અને તેના પરિવાર જનોમાટે રહેવા ની સગવડો ન થાય ત્યાં સુધી ડીમોલેશન કાર્ય બંધ રાખવા,શિપ બ્રેકરો દ્વારા કરવામાં આવેલ દબાણને દૂર કરવા અને અહીં સરકાર ડીમોલેશન કરી ને કેવા પ્રકાર નો ક્યારે વિકાસ કરવા ઈચ્છે છે તેવી રજુઆત અને સવાલો ઉઠાવ્યા હતા.

ડે. કલેક્ટર જે.આર.સોલંકી એ આગેવાનો ને સ્પષ્ટ જણાવ્યું હતુ કે અમો કોર્ટ એ જે લોકોને દોષિત માન્યા છે, ગેરકાયદેસર દબાણ થયેલ હોવાનું માન્યું છે ત્યાંજ અમો ડીમોલેશન કરવા માગીએ છીએ.જે શિપ બ્રેકરો એ દબાણ કર્યા ની વાતછે તે મેટર પણ કોર્ટમાં ચાલી રહી છે.સરકાર કોઈના હિત નું હનન કરવા માગતી નથી.ડે. કલેક્ટર એ સવાલો કરનાર ને કડક કાર્યવાહી નો સંકેત આપતા કહ્યુ હતુંકે અમોએ ગ્રાઉન્ડ લેવલનો અભ્યાસ અને કામગીરી કરેલ છે.બધાજ પાસાનો અભ્યાસ કરેલ છે.સરકાર પરપ્રાંતીય શ્રમિકો ને રહેવાની સગવડો આપવા કટિબદ્ધ છે.શ્રમિકો ને રહેવા માટે આપેલ ખોલીઓના ઠેકા કોણ લે છે,તે પણ ખબર છે.

શ્રમિકો ને ખોટા ઉશેકરો નહિ તેમ કહી ડીમોલેશન કાર્યવાહી તા.17 ના રોજ થશે જ તેમ ચોખ્ખું જણાવી દીધું હતું. રાકેશ શુકલા નામના શ્રમિક એ જણાવ્યું હતુ કે અમો 40 વર્ષથી અહીં રહીએ છીએ. અહીં મતદાન કરીએ છીએ. અહીંના ધારાસભ્ય, સાંસદ એ અમારી વાત સાંભળવી જોઈએ.અમો અમારા બાળ બચ્ચા ને અહીંથી હવે ક્યાં લઈ જઈશું? સૈયદ શાહબાઝ એ જણાવ્યું હતુ કે પિતા મજૂરી કરવા આવ્યા હતા.તે સમયે અહીં ધૂળ ઊડતી હતી.અલંગ શિપ બ્રેકીંગ યાર્ડના વિકાસમાં અમારી જેવા શ્રમિકો નો હાથછે.અમોને રહેવામાટે જગ્યા ની માગણી કરવી એ અમારો હક્ક છે.તેના માટે આ લડત શરૂૂ કરી છે.અંત સુધી લડીશું.

ગામતળ જલદી નીમ કરી આપો:રવિરાજસિંહ
રેલી,અલંગ સજ્જડ બંધ ના પ્રણેતા રવિરાજસિંહ ગોહિલ પર આજે હજારો લોકોએ વિશ્વાસ મુક્યો હતો ને રેલીમાં જોડાયા હતા.જહાજ કટિંગ ની અલંગ સોસિયા યાર્ડમા કાર્યવાહી સંપૂર્ણ બંધ રાખવામાં આવી હતી.રવિરાજસિંહ ગોહિલ એ આટલા બધા શ્રમિક ક્યાં જશે તેની ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતુ કે ગામની વધેલી વસ્તી ને ધ્યાને લઇ સરકારે તાત્કાલિક ગામ તળ નિમ કરવું જોઈએ.તેઓએ ઉમેર્યું હતુંકે તંત્ર ડીમોલેશન કામગીરી કરશે તો શ્રમિકો જહાજ કટિંગ માટે પણ જઇ શકશે નહીં.કારણકે તે પોતાની રહેવાની વ્યવસ્થા કરે કે મજૂરી કામે જાય?!.

જગ્યા ક્યા હેતુથી ખાલી કરાવો છો?:દુર્લભજીભાઈ
મણાર ગામના આગેવાન દુર્લભજીભાઈ મકવાણા એ તંત્ર અને સરકાર ને સવાલ કર્યો હતોકે અમો ,જનતા જાણવા માગે છેકે કયા હેતુ થી સરકાર જગ્યા ખાલી કરાવી રહી છે.દબાણ હટાવ કામગીરી થી અનેક લોકો બેઘર બનશે.બાળકોના શિક્ષણ પર, ધંધા રોજગાર પર સીધી અસર પડશે.

Exit mobile version