ભારતીય જનતા પાર્ટીના નેતા નવ્યા હરિદાસે કેરળ હાઈકોર્ટમાં વાયનાડ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની ચૂંટણીને પડકારતી અરજી દાખલ કરી છે. હરિદાસે શુક્રવાર (20 ડિસેમ્બર, 2024)ના રોજ દાખલ કરેલી અરજીમાં દાવો કર્યો છે કે પ્રિયંકાએ ઉમેદવારી પત્રોમાં તેની અને તેના પરિવારની સંપત્તિને યોગ્ય રીતે જાહેર કરી નથી અને ખોટી માહિતી આપી છે.
ભાજપના નેતાએ કહ્યું કે આ આદર્શ આચાર સંહિતા વિરુદ્ધ છે અને ભ્રષ્ટ આચાર સમાન છે. હવે સવાલ એ છે કે બીજેપી નેતાના આ પગલા બાદ શું પ્રિયંકા ગાંધી તેમનું સાંસદનું પદ ગુમાવશે?
કેરળની વાયનાડ લોકસભા સીટ પર યોજાયેલી પેટાચૂંટણીમાં નવ્યા હરિદાસને કોંગ્રેસના ઉમેદવાર પ્રિયંકા ગાંધી વાડ્રાએ પાંચ લાખથી વધુ મતોના માર્જિનથી હરાવ્યા હતા. નવ્યા હરિદાસે અરજી દાખલ કરવાની પુષ્ટિ કરતા કહ્યું કે, આ કેસની સુનાવણી જાન્યુઆરી 2025માં થવાની સંભાવના છે, કારણ કે હાઈકોર્ટ 23 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધી રજા પર રહેશે.
પ્રિયંકા ગાંધીએ ચૂંટણી પંચને આપેલા એફિડેવિટમાં જણાવ્યું હતું કે તેમની પાસે 4.24 કરોડ રૂૂપિયાની જંગમ અને 13.89 કરોડ રૂૂપિયાની સ્થાવર સંપત્તિ છે. એફિડેવિટમાં પોતાના પતિ રોબર્ટ વાડ્રાની સંપત્તિ વિશે માહિતી આપતાં કહ્યું કે તેમની પાસે 37.91 કરોડ રૂૂપિયાની જંગમ સંપત્તિ છે. પ્રિયંકા ગાંધી પર 15 લાખ 75 હજાર રૂૂપિયાની લોન છે, જ્યારે તેમના પતિ રોબર્ટ વાડ્રા પર 10,03,30,374 રૂૂપિયાનું દેવું છે.

