Site icon Gujarat Mirror

પિતાની ગળે રસ્સી બાંધી હત્યા પછી માતાના શરીરના આરાથી ટુકડા કર્યા: પુત્રનો ખૂની ખેલ

પત્નીને ભરણપોષણ માટે પૈસા આપવાની ના પાડતા પુત્ર હેવાન બન્યો

ઉત્તર પ્રદેશના જૌનપુરમાં એક પુત્રએ પોતાના જ માતા-પિતાની જે ક્રૂરતાપૂર્વક હત્યા કરી છે, તેણે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. જમીન, પૈસા અને અન્ય ધર્મમાં લગ્નના વિવાદમાં અંધ બનેલા પુત્રએ પોતાની જ જનેતાના શરીરના આરીથી ટુકડા કર્યા હતા. પોલીસે જ્યારે આ હત્યારા પુત્રની પૂછપરછ કરી ત્યારે તેની કબૂલાત સાંભળીને પોલીસ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

જૌનપુરના અહેમદપુર ગામમાં રહેતા અંબેશે આ ખોફનાક વારદતને અંજામ આપ્યો હતો. અંબેશે કોલકાતામાં એક મુસ્લિમ યુવતી સાથે લગ્ન કર્યા હતા, જે તેની પાસે ભરણપોષણ માંગતી હતી. જ્યારે માતા બબિતા અને પિતા શ્યામ બહાદુરે પૈસા આપવાની ના પાડી, ત્યારે અંબેશે લોખંડના દસ્તાથી તેમના માથા પર ઉપરાછાપરી ઘા ઝીંક્યા હતા. પિતા જ્યારે જીવ બચાવવા ફોન કરવા ગયા ત્યારે અંબેશે તેમનું દોરડાથી ગળું દબાવી દીધું. ત્યારબાદ તેણે ઘરના બેઝમેન્ટમાંથી આરી લાવીને પોતાની માતાના શરીરના ટુકડા કરી નાખ્યા હતા.

પુરાવા ભૂંસવા માટે અંબેશે અત્યંત ઠંડા કલેજે આયોજન કર્યું હતું. તેણે માતા-પિતાના લોહીથી ખરડાયેલા ફ્લોરને તેમના જ કપડાંથી સાફ કર્યો. બંનેના મૃતદેહના ત્રણ-ત્રણ ટુકડા કરી સિમેન્ટની 6 ગુણીઓમાં ભર્યા હતા. અંબેશે પોતાની કારની ડેકીમાં આ ગુણીઓ ભરી અને 7 કિમી દૂર બેલાવ પુલ પરથી ગોમતી નદીમાં ફેંકી દીધી હતી. જે હિસ્સો બાકી રહ્યો હતો તેને વારાણસી જતી વખતે સઈ નદીમાં ફેંકી દીધો હતો.

અંબેશે પોતાની બહેન વંદનાને ગેરમાર્ગે દોરી હતી કે માતા-પિતા ક્યાંક ચાલ્યા ગયા છે. વંદનાએ 13 ડિસેમ્બરે ગુમશુદાની ફરિયાદ નોંધાવી હતી. 15 ડિસેમ્બરે પોલીસે જ્યારે અંબેશની કડક પૂછપરછ કરી ત્યારે તે ભાંગી પડ્યો અને પોતાનો ગુનો કબૂલ્યો હતો.

Exit mobile version