Site icon Gujarat Mirror

વિજય કોમર્સિયલ બેંકના 93 લાખના લોન કૌભાંડમાં એક આરોપીના આગોતરા મંજૂર

આરોપી બેંકના કર્મચારી ન હોવાના બચાવને દૂરગામી ગણતી સેશન્સ કોર્ટ

વિજય કોમર્શિયલ કો.ઓ. બેંકમાં બ્રાંચ મેનેજર તરીકે ફરજ બજાવતા દેવિકાબેન વસાએ શ્રૃજય વોરા અને લક્ષ્યાંક વિઠ્ઠલાણીએ સાથે મળી બે અલગ અલગ પેઢીઓના નામે રૂૂ. 93.15 લાખની લોન મંજુર કરવી હતી. આ લોન મેળવવા બન્નેએ કાવતરૂૂ રચી પોતાના સગા વ્હાલાઓ અને ઓળખીતાઓ તેમજ અન્ય લોકોના નામની આર.સી. બુક, ઈન્સ્યોરન્સ પોલીસી, મોટરકારના કોટેશનો તથા બીલો વિગેરે ખોટા ડોકયુમેન્ટસ રજુ કરી 10 મોટર કારો માટે રૂૂ. 93.15 લાખની લોન મેળવી લીધી હતી. આ કૌભાંડ બહાર આવતા એ-ડીવીઝન પોલીસે પાંચ આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી હતી. જે કેસમાં સંડોવાયેલા આરોપી લક્ષ્યાંક વિઠ્ઠલાણીએ પોલીસ ધરપકડની દહેશતે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા આરોપીના બચાવ પક્ષે અરજદાર લક્ષ્યાંક વિઠ્ઠલાણીની જામીન અરજીના સમર્થનમાં રજુઆત કરેલ હતી કે તેઓ આ બેંકમાં કોઈ હોદો ધરાવતા નથી તેથી તેઓએ આવા કોઈપણ કૌભાંડમાં કોઈ ભાગ ભજવેલ નથી.

જ્યારે સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ એસ.કે. વોરાએ રજુઆત કરતા જણાવેલ હતુ કે, વિજય બેંકના આસીસ્ટન્ટ મેનેજરે ફરીયાદ કરી જણાવેલ છે કે રૂૂ. 93.15 લાખની લોન મેળવી લેવા માટે આરોપીઓએ જે દસ્તાવેજો રજુ કરેલ છે તે દસ્તાવેજો બનાવટી હોવાનું જાણવા છતા બ્રાંચ મેનેજર તરીકે આરોપી દેવિકાબેન વસાએ લોન મંજુર કરેલ છે. આ લોન મંજુર કરતા પહેલા તેણીની ફરજ હતી કે આ દસ્તાવેજો વાળા વાહન નંબરો આર.ટી.ઓ.માં નોંધાઈ આવે છે. આ અંગે ફરીયાદીએ તપાસ કરતા જાણવા મળેલ કે બેંકમાં રજુ થયેલ નંબરોવાળા વાહનોના દસ્તાવેજો આર.ટી.ઓ.માં જુદા વ્યકિતઓના નામે છે. આ રીતે આરોપીઓએ સંયુકત રીતે કાવતરૂૂ રચી એક વ્યકિતના નામે લોન મંજુર કરાવી બીજા વ્યકિતઓના નામે વાહનો ખરીદેલ છે. આ મુજબનો ગુનો ફકત પુર્વઆયોજીત કાવતરાથી જ આચરી શકાય છે.

તેથી અરજદારની આગોતરા જામીન અરજી રદ થવી જોઈએ. સુપ્રિમ કોર્ટના ચુકાદા મુજબ કોઈ આરોપીને આગોતરા જામીન આપવામાં આવે તો આવા આરોપીને પોલીસ રીમાન્ડ ઉપર સોંપી શકાતા નથી. જો પોલીસને આરોપીની રીમાન્ડ મળે નહી તો ગુના અંગેની કોઈ અસરકારક તપાસ થઈ શકે નહી જેનો સીધો લાભ આરોપીને ગેરવ્યાજબી રીતે મળે છે જેથી આરોપીને આગોતરા જામીન આપી શકાય નહી. જે સરકાર તરફેની રજુઆતોના અંતે સેશન્સ જજ ડી.એસ.સિંઘે આરોપી લક્ષ્યાંક શૈલેષભાઈ વિઠ્ઠલાણીની આગોતરા જામીન અરજી રદ કરતો હુકમ કર્યો છે.આ કેસમાં જીલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે. વોરા રોકાયેલ છે.

Exit mobile version