Site icon Gujarat Mirror

ગંજીવાડા પાસે મર્ડરના ગુનામાં સમાધાન કરવાનું કહી યુવાનને આરોપીએ માથામાં ઇંટ ઝીંકી

ગંજીવાડામા રહેતા અજય કરશનભાઇ વાઘેલા નામના યુવાને પોતાની ફરીયાદમા સાહીદ અશરફ ઓડીયા અને તેમના ભાઇ વિરુધ્ધ પોલીસમા ફરીયાદ નોંધાવી છે. અજયે ફરીયાદમા જણાવ્યુ હતુ કે પોતે મજુરી કામ કરે છે અને અગાઉ આરોપી સાહીદના ભાઇબંધનુ મર્ડર થયુ હોય જેમા પોતાનુ નામ ખુલતા અજયે આરોપીઓને ખુન કેસમા સમાધાન કરવાનુ કહયુ હતુ જેના બદલામા આરોપીઓએ પૈસાની માગણી કરતા જે ફરીયાદીને મંજુર ન હોય જે બાબતનો ખાર રાખી સાહીદ અને તેના ભાઇએ અજયને ઢીકાપાટુનો માર કરી જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યો હતો અને માથામા ઇંટ ઝીકી હતી આ મામલે થોરાળા પોલીસે ગુનો નોંધતા એસસી એસટી સેલના એસીપી સી. એમ. પટેલ અને સ્ટાફે તપાસ શરૂ કરી છે.

જયારે બીજી ઘટનામા કુવાડવા રોડ શિવરંજની પાર્ક શેરી નં 3 મા રહેતી શ્રધ્ધાબેન ભાવીનભાઇ ચૌહાણ નામની ર7 વર્ષની પરણીતાએ તેમના પતિ ભાવીન ગોપાલ ચૌહાણ (રહે. પંચનાથ રેસીડેન્સી શેરી નં 1, મોરબી રોડ) વિરૂધ્ધ ધમકી આપ્યાની પોલીસમા ફરીયાદ નોંધાવી છે. શ્રધ્ધાબેને પોતાની ફરીયાદમા જણાવ્યુ હતુ કે રવિવારે રાત્રીના સમયે તે પોતાના મિત્ર મિતુલ રામાણી સાથે રેસકોર્ષ રીંગ રોડ પર બીગ બાઇટની સામે બેઠી હતી ત્યારે તેમનો પતિ ભાવિન ચૌહાણ ત્યા આવી જોઇ જતા મોબાઇલ લેવા બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો અને તેણીને ફડાકો ઝીકી દીધો હતો અને હવે કયાય ભેગી થાઇશ તો મારી નાખીશ તેમ કહી ધમકી આપી હતી આ ઘટના મામલે પ્રનગર પોલીસ મથકના એએસઆઇ ક્રિષ્નાબેન રાઠોડે તપાસ શરૂ કરી છે.

Exit mobile version