Site icon Gujarat Mirror

પાંચ લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા

રાજકોટના નાના મવા રોડ પર આવેલ લક્ષ્મીનગરમાં રહેતા અમૃતલાલ નાગજીભાઈ કાનપરા પાસેથી મવડી પ્લોટ, નવલ નગરમાં રહેતા ગેરેજના ધંધામાં એક્સિડન્ટ કલેઈમ અને મોડિફિકેશનનું કામ કરતા ઋષીભાઈ મુળજીભાઈ આંબલીયાએ મિત્રતાના તેમજ પારિવારિક સંબંધોના દાવે ધંધાના વિકાસ માટે તા. 04/03/2017ના રોજ રૂૂ. 5 લાખ પુરા રોકડા હાથ ઉછીના મેળવેલ, ત્યારબાદ લાંબા સમયની અનેક ઉઘરાણી બાદ ચેક આપ્યો હતો અને તા. 04/03/2022 સુધીમાં કટકે કટકે અથવા એકી સાથે ફરિયાદીને રૂૂપિયા આપવાની બાહેંધરી આપેલ, પરંતુ ત્યારબાદ કોઈ રકમ જમા કરાવેલ નહિ, જેથી ઋષિ આંબલીયાએ અગાઉ આપેલો ચેક તેની સુચનાથી તા. 13/ 04/ 2022ના રોજ બેંકમાં રહ્યો રજૂ કર્યો હતો, પરંતુ તેના ખાતામાં પુરતું ભંડોળ ન હોવાના રિટર્ન થયો હતો. જેથી અમૃતલાલ કાનપરાએ તેમના વકીલ મારફત લીગલ ડિમાન્ડ નોટીસ મોકલ્યા બાદ કોર્ટમાં નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટની કલમ-138 અંતર્ગત કોર્ટ કેસ દાખલ કર્યો હતો. જે કેસ ચાલવા ઉપર આવતા મ રેકર્ડ પરના પુરાવાઓ તેમજ બન્ને પક્ષોની લેખીત-મૌખિક દલીલોને ધ્યાને લઇ કોર્ટ દ્વારા આરોપી ઋષિ આંબલીયા મને 1 વર્ષની કેદની સજા તથા ચેક મુજબની રકમ દિન 30માં વાર્ષિક 9%ના વ્યાજ સાથે ફરિયાદીને ચૂકવી આપવી અન્યથા વધુ 3 માસની કેદની સજા કરવાનો આખરી હુકમ કરવામાં આવ્યો છે. આ કેસમાં ફરિયાદી વતી પી. એમ. શાહ લો ફર્મના એડ્વોકેટ પીયુષભાઈ એમ. શાહ, અશ્વિનભાઈ ગોસાઈ, નિવિધ પારેખ, નિતેષ કથીરીયા, જીતેન્દ્ર ધૂળકોટીયા, વિજય પટગીર, હર્ષિલભાઈ શાહ, ચિરાગ શાહ, રાજેન્દ્ર જોષી, રવિરાજ વાળા, આસિ. રાજા ભટ્ટ, વિપુલ દેવમુરારી રોકાયા હતા.

Exit mobile version