ક્રાઇમ

મીઠાપુરમાં સગીરાની છેડતી પ્રકરણમાં આરોપીને પાંચ વર્ષની સખત કેદ

Published

on

ઓખા મંડળના મીઠાપુર વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીર વયની પુત્રી સાથે શારીરિક છેડતી કરી અને મારી નાખવાની ધમકી આપવા સંદર્ભે મહિપતભા ઉર્ફે કાયડી રણમલભા કેર સામે મીઠાપુર પોલીસ મથકમાં પોક્સો સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જે પ્રકરણમાં પોલીસે આરોપીની ધરપકડ કરી, તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો.

    આ સમગ્ર પ્રકરણમાં મીઠાપુર પોલીસે ચાર્જશીટ રજૂ કરી, આ કેસમાં એ.પી.પી. અમિતભાઈ વ્યાસ દ્વારા સ્પેશિયલ પોક્સો કોર્ટ સમક્ષ કરવામાં આવેલી ધારદાર દલીલો તેમજ દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈને આરોપી મહિપતભા ઉર્ફે કાયડી રણમલભાઈ કેરને તકસીરવાન ઠેરવી, પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version