Site icon Gujarat Mirror

રણજીત ટ્રોફીમાં સિલેકશનના ચેક રિટર્ન કેસમાં આરોપી નિર્દોષ જાહેર

યુવા એડવોકેટ પી.કે.પરમારની ધારદાર દલીલો

ફરીયાદીની ફરીયાદની હકીકત એવી છે કે આ કામના ફરીયાદીએ રણજીત ટ્રોફીમાં અને સરકારી નોકરી મેળવવા માટે અમદાવાદ રહેવાસી આરોપી સુનિલ વિઠ્ઠલભાઈ શાહને 24,00,000/-અંકે રૂૂપિયા ચોવિસ લાખ રોકડા આપેલ હતા જે બદલ આ કામના આરોપી એ ફરીયાદી હિમેનભાઈ સુરેશભાઈ ગઢીયાને રણજીત ટ્રોફીમા સીલેકટ કરી આપવા અને સરકારી નોકરી મેળવવા માટે આપેલ હતા.

સમયસર આ કામ ના આરોપીએ તેના વચન મુજબ આ કામના ફરીયાદીને રણજીત ટ્રોફીમા સીલેકસન કરાવી શકેલ નઈ સરકારી નોકરી પણ અપાવી શકેલ નહીં જેથી આ કામના ફરીયાદીએ આ કામના આરોપી પાસેથી પોતે આપેલ રોકડ રકમ રૂૂ 24,00,000/- અંકે રૂૂપિયા ચોવીસ લાખ પરત માંગતા આ કામના આરોપીએ ફરીયાદીને રૂૂ 4,00,000 લાખા આંગણીયા પેઠી મારફત તેમજ બાકીના 20,00,000/- લાખનો લેણી રકમ વસુવા પેટે ચેક આપેલ પોતાની બેંક એકાઉન્ટનો ચેક આપેલ જે ચેક આ કામના ફરીયાદીએ પોતાના ખાતામાં વસુલવા માટે નાખેલ પરંન્તુ સદરહુ ચેક અપુરતા ભંડોળના શેરા સાથે પરત ફરેલ જેથી આ કામના ફરીયાદીએ પોતાના વકીલ મારફત આ કામના આરોપીને લીગલ નોટીશ આપેલ ત્યાર બાદ આ કામના ફરીયાદીએ પોતાની ચેક મુજબની રકમ વસુલવા લોધીકા મ્હે.જયુ.મેજી.ફક સાહેબની કોર્ટમાં નેગોશીએબલ ઇન્સટુમેંટ એક્ટની કલમ-138 મુજબ ફરીયાદ દાખલ કરેલ. જે ફરીયાદ નામદાર કોર્ટમા ચાલી જતા ફરીયાદી પોતાની કાયદેસરની લેણી રકમ સાબીત કરી શકેલ ન હોય. જેથી આ કામના આરોપી સુનીલભાઈ વિઠ્ઠલભાઈ શાહને લોધિકા મ્હે.જયુ.મેજી.ફક સાહેબની કોર્ટ દ્વારા તદન ર્નિદોષ છોડી મુકવામાં આવેલ. આ કામે આરોપી સુનિલભાઈ વિઠ્ઠલભાઈ શાહ તરફે કાલાવડ તથા લોઘિકામાં પ્રેકટીસ કરતા વિધ્વાન ધારાસાસ્ત્રી વકીલ શ્રી પી. કે. પરમાર સાહેબ રોકાયેલ હતા

Exit mobile version