Site icon Gujarat Mirror

મોરબીના લક્ષ્મીનગર પાસે અકસ્માત, કાર ચાલક યુવાનનું ઘટના સ્થળે મોત

લક્ષ્મીનગર ગામ નજીકથી યુવાન પોતાની કાર લઈને જતો હતો અને આગળ જતા કોઈ અજાણ્યા વાહન પાછળ કાર અથડાઈ જતા કાર ચાલક યુવાનને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું. મૂળ ધોરાજી તાલુકાના મોટી વાવડી હાલ મોરબીની શ્રીમદ સોસાયટીમાં રહેતા પ્રીતકુમાર નંદલાલભાઈ ભાલોડીયા (ઉ.વ.27) નામના યુવાન ગત તા. 02 ના રોજ લક્ષ્મીનગર પાસે રવિરાજ ચોકડી પુલ પરથી પોતાની કાર જીજે 36 એએલ 1710 લઈને જતા હતા અને કાર પુરઝડપે ચલાવી આગળ જતા અજાણ્યા વાહનના પાછળના ભાગે અથડાવી અકસ્માત કર્યો હતો જે અકસ્માતમાં કાર ચાલક પ્રીતકુમાર ભાલોડીયાને માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

મોરબીમાં આધેડનો ગળા ફાંસો ખાઈ આપઘાત
મોરબીના શનાળા રોડ પર આવેલ હાઉસિંગ બોર્ડ ત્રણ માળિયામાં રહેતા અને રીક્ષા ડ્રાઈવિંગ કરતા કાનજીભાઈ મોહનભાઈ મકવાણા (ઉ.વ.50) નામના આધેડે ગત તા. 09 ના રોજ પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું છે મોરબી એ ડીવીઝન પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે.

Exit mobile version