Site icon Gujarat Mirror

મંગળવારથી ગાંધીનગર જવા એસી સીટર બસની સર્વિસનો પ્રારંભ

જાહેર મુસાફર જનતાની માંગણી ને ધ્યાને લઈ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ રાજકોટ વિભાગ દ્વારા આગામી તા.20/01/2026 મંગળવાર ના રોજ રાજકોટ – ગાંધીનગર નવીન એ.સી. સીટર સર્વિસ શરૂૂ કરવામાં આવનાર છે. આ નવીન સર્વિસ દ્વારા પ્રવાસીઓને સુગમ, ઝડપી અને સમયસર મુસાફરી કરવાનો લાભ મળશે.
આ માટે ફ્લેગ ઓફ કાર્યક્રમ એસ.ટી. બસ પોર્ટ, ઢેબર રોડ, રાજકોટ ખાતે 20/01/2026, મંગળવારના રોજ સાંજે 16:00 કલાકે યોજાશે.

નવીન એ.સી. સર્વિસ રાજકોટ + ગાંધીનગર રૂટ ઉપર વાયા : ચોટીલા હાઈવે સાયલા લીંબડી થ બગોદરા – ઇસ્કોન – નેહરુનગર – રાણીપ – ગાંધીનગર જશે. જેનું ભાડું : રૂૂ. 452/- નિર્ધારીત કરવામાં આવ્યું છે.
રાજકોટ – ગાંધીનગર રૂટનો ઉપડવાનો સમય સાંજે 16:00 કલાકે પહોચવાનો સમય રાત્રે 21:00 કલાકે રહેશે. જયારે ગાંધીનગર- રાજકોટ રૂટ સવારે 07:30 કલાકે ઉપડવાનો સમય અને પહોંચવાનો સમય બપોરે 12:30 કલાકે રહેશે.

Exit mobile version