આજીવસાહતમાં આંબેડકરનગરમાં રહેતા પ્રકાશભાઈ વસંતભાઈ ચાવડા(ઉ.35)ને અગાઉના ઝઘડામાં ખાર રાખી તેના ઘર પાસે રહેતા રમેશ પૂજા સોલંકી,ગિરધર ઉર્ફે ગિધો,પુંજા સોલંકી,ભાવેશ મનુ સુમસેરા,ધવલ હમીરભાઈ,જયદીપભાઈ હમીરભાઈ અને હમીરભાઈ મેઘજીભાઈએ હુમલો કર્યો હતો એ મામલે થોરાળા પોલીસમાં ફરિયાદમાં ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદીએ જણાવ્યુ હતું કે,ગઈ તા.14/01ના સાંજના સાતેક વાગ્યાની આસપાસ હું તથા મારો દીકરો આંબેડકરનગર શેરી નંબર છ ખાતે હતો ત્યારે અમારે અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખી રમેશ પુંજાભાઈ સોલંકી મારી પાસે આવી ગાળો બોલવા લાગેલ તો દરમિયાન તેને મારી સાથે ઝપાઝપી કરી ઢીકાપાટુ નો માર મારવા લાગેલ અને મને ઉપાડી જમીન પર પછાડવા લાગેલ તે દરમિયાન ગિરધર ઉર્ફે ગીતો પુજાભાઈ સોલંકી આવેલ જેના હાથમાં છરી હોય જે છરીનો પાછળનો હાથો મારા કપાળમાં મારેલ અને બંને જણ કહેવા લાગે કે ધવલ હમીરભાઇ, જયદીપભાઈ હમીરભાઈ અને હમી2 મેઘજીભાઈએ આપણને જણાવેલ છે કે આને મારવો જ છે તેવી છૂટ આપેલ છે તેમજ તેના હાથ પગ ભાંગી નાખવા તેમજ જણાવતો હતો.
ત્યારબાદ રમેશે તેના પિતાને રાડ પાડેલ અને બોલાવેલ જેથી પુંજાભાઈ અને ભાવેશ મનુભાઈ સુમેસરા ધોકો લઈને આવેલ અને મને આડેધડ પગમાં તથા શરીરે આડેધડ મારવા લાગેલ જેથી હું નીચે પડી ગયેલ તે દરમિયાન ગિરધરે મારા શર્ટના ખિસ્સામાંથી રોકડા રૂૂપિયા 7000 કાઢી લીધેલ તેમજ ગળામાં સોનાનો ચેન એક તોલાનો પહેરેલ હોય જે રમેશે કાઢી લીધો હતો તેમજ મારો મોબાઇલ ભાવેશે લઈ લીધેલ તે દરમિયાન મારા દીકરાએ ઘરે જઈ ઝગડા બાબતે જાણ કરતા મારો ભાઈ તથા મારા ઘરના સભ્યો આવી ગયેલ અને મને બંને પગમાં ફેકચર થયેલ હોય તથા શરીરે ઇજા થયેલ હોય જેથી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
