Site icon Gujarat Mirror

વિરડા વાજડીમાં નવોઢાએ ફાંસો ખાઈ જિંદગીથી છેડો ફાડ્યો

રાજકોટની ભાગોળે કાલાવડ રોડ ઉપર આવેલા વીરડા વાજડી ગામે રહેતી નવોઢાએ કોઈ અગમ્યકારણસર ગળેફાંસે ખાઈ આપઘાત કરી લીધો હતો. પરણીતાના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં કાલાવડ રોડ ઉપર વીરડા વાજડી ગામે રહેતી નિતાબેન અરવિંદભાઈ વાઘેલા નામની 20 વર્ષની પરણીતા ગઈકાલે સાંજના સાતેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી ત્યારે કોઈ અગમ્યકારણસર ગળેફાંસો ખાઈ લીધો હતો. ઘટના અંગે જાણ થતાં 108ની ટીમ તાત્કાલીક દોડી ગઈ હતી. 108ના ઈએમટીએ જોઈ તપાસી પરણીતાને નિષ્પ્રાણ જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી.

આ ઉપરાંત બીજા બનાવમાં રાજકોટમાં મવડી વિસ્તારમાં રહેતી શિલાબેન જિતેશભાઈ રામાણી નામની 48 વર્ષની પરણીતાએ બે દિવસ પૂર્વે સ્ક્રીનની બીમારીથી કંટાળી ઝેરી પાઉડર પી લીધો હતો. પરણીતાને ઝેરી અસર થતાં બેભાન હાલતમાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં પરણીતાનું સારવારમાં મોત નિપજતા એક પુત્ર અને એક પુત્રીએ માતાની મમતા ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. ઉપરોક્ત બન્ને બનાવ અંગે પોલીસે નોંધ કરી તપાસનો દૌર લંબાવ્યો છે.

Exit mobile version