Site icon Gujarat Mirror

વિંછીયાના ગોરેયા ગામે બીમારી સબબ તરૂણીનું સારવારમાં મોત

oplus_2097152

વિછીયા તાલુકાના ગોરેયા ગામે રહેતા શ્રમિક પરિવારને તરુણીને કફની બીમારી થતા તેમને રાજકોટ શહેરની ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેમનું ચાલુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.આ અંગે વીંછીયા પોલીસે કાર્યવાહી કરી હતી.

વધુ વિગતો મુજબ,ગોરૈયા ગામે રહેતા મોહનભાઈ વાઘેલાની 16 વર્ષની પુત્રી શિવાનીને કફની બીમારી હતી તેમને સારવાર માટે ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી.

ત્યારબાદ સારું થઈ જતા તેમને રજા આપી દેવામાં આવી હતી અને બાદમાં તેમની તબિયત લથડતા તેને સારવાર માટે ફરી ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેનું સર્જરી વિભાગમાં મોત નીપજ્યું હતું.શિવાનીબેન બે બહેન એક ભાઈમાં વચેટ હતી.તેમના પિતા હયાત નથી અને મોટાભાઈ નીતિનનું પણ બે મહિના પહેલા અવસાન થયું હતું.આ મામલે વીંછીયા પોલીસે કાગળો કર્યા હતા.

Exit mobile version