ગુજરાત
લાલપુરના સણોસરા ગામે કુવામાં ઝંપલાવી યુવતિનો આપઘાત
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સણોસરા ગામમાં રહેતી એક અપરણીત યુવતીએ પોતાની બીમારીથી કંટાળી જઇ કુવામાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે. આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના સણોસરા ગામમાં રહેતી અને ખેતી કામ કરતી માધિબેન ખીમા ભાઈ નામની 24 વર્ષની અપરણિત યુવતીએ ગઈકાલે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે આ બનાવ અંગે મૃતકના ભાઈ ભીખાભાઈ ખખીમાભાઈ ગાગલીયા એ પોલીસને જાણ કરતાં લાલપુર પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, અને સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવતી ને છેલ્લા દસેક દિવસથી માથા તેમજ પેટમાં દુખાવો થતો હતો, અને તેની સારવાર ચાલુ હતી પરંતુ તેમાં કોઈ ફેર નહીં પડતાં બીમારીથી કંટાળી જઈ આ પગલું ભરી લીધા નું પોલીસમાં જાહેર થયું છે.