Site icon Gujarat Mirror

ભગવતીપરા પુલ પાસે ટ્રેનની ઠોકરે ચડી જતા તરૂણના બંને પગ કપાઇ ગયા

oplus_32

શહેરના ભગવતીપરા પુલ પાસે ટ્રેનની ઠોકરે ચડી જતા પરપ્રાંતિય તરૂણના બંને પગ કપાઇ જતા તેેને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જાણવા મળતી વિગત મુજબ ભગવતીપરા શેરી નં.5માં રહેતા સુરીત રાજેશભાઇ ચૌહાણ (ઉ.વ.14) નામનો તરૂણ આજે સવારે ચાલીને લાતી પ્લોટમાં કામ કરતા તેના પિતા પાસે જઇ રહ્યો હતો.

દરમિયાન ભગવતીપરા પુલ નીચેથી પસાર થતી વેળાએ ગુડ્ઝ ટ્રેનની ઠોકરે ચડી જતા ઘટના સ્થળે જ તેના બંને પગ કપાઇ ગયા હતા. બનાવના પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા અને ગંભીર રીતે ધવાયેલા સુરીતને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેેડવામાં આવ્યો હતો.

પ્રાથમિક તપાસમાં સુરીતના પિતા રાજેશભાઇ મુળ ઉત્તર પ્રદેશના વતની છે અને હાલ ભગવતીપરામાં રહી લાતી પ્લોટમાં રીક્ષા ચલાવવાનું કામ કરે છે. સુરીત વતન ઉત્તરપ્રદેશમાં રહેતો હોય હજૂ એક મહિના પહેલા રાજકોટ આવ્યો હતો અને આજે પિતા પાસે જઇ રહ્યો હતો. ત્યારે અકસ્માતે આ બનાવ બનાવતા તેના બંગે કપાઇ ગયા હતા. આ અંગે બિડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version