Site icon Gujarat Mirror

ઉનામાં રેંકડી ચલાવી પેટીયું રળતા યુવાનની પથ્થરના ઘા ઝીંકી હત્યા

અજાણ્યા શખ્સો હત્યા નીપજાવી નાસી છૂટયા

ઊના શહેર નાં અંજાર રોડ ઉપર આવેલ નદી નાં કાંઠા પાસે અંજાર ગામનાં યુવાન ની કોઈ અજાણ્યા શખ્સોએ પથ્થરમારો નાં મારી મોડીરાત્રે મોતને ઘાટ ઉતારી દેતાં પોલીસ નો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતક યુવાનો મૃતદેહ સરકારી હોસ્પિટલ માં પી એમ માટે ખસેડી તપાસ નો ધમધમાટ શરૂૂ કર્યો છે

પ્રાપ્ત માહિતી અનુસાર મોડીરાત્રે અંજાર રોડ ઉપર આવેલા નદી કાંઠે આવેલ રોડ ની સાઇડ માં લોહીલુહાણ હાલતમાં કોઇ શખ્શ ની લાશ પડી હોવાની જાણ ઉના પોલીસ અધિકારી મહેન્દ્રસિંહ રાણા ને થતાં ડી સ્ટાફ નાં મોટા કાફલા સાથે અધિકારી બનાવ સ્થળે દોડી ગયાં હતાં અને તપાસ કરતાં મૃતક યુવાન અંજાર ગામનો સોલંકી જીતુભાઈ કાનજીભાઈ ઉર્ફે બારોટ ઉવ 45 હોવાનું બહાર આવ્યું હતું અને ઊના નાં શિશુભારતિ સ્કૂલ પાસે ચા ની કેબીન ધરાવતો હતો આ યુવાન નાં મૃતદેહ નું નિરિક્ષણ કરતાં માથાં નાં ભાગે કોઈ અજાણ્યા શખ્સોએ પથ્થરો નાં ધા મારી ને મોતને ઘાટ ઉતાર્યા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ દ્વારા અનુમાન થયું હતું.

ઉના પોલીસ અધિકારી મહેન્દ્રસિંહ રાણા એ બનાવ સ્થળે દોડી જઇ મરણજનાર નો મૃતદેહ કબજે કર્યો હતો અને ઉના સરકારી હોસ્પિટલ માં પી એમ માટે ખસેડી મૃતકના પરિવારજનોને જાણ કરાતાં તે દોડી આવ્યા હતા આ બનાવ અંગેની પોલીસ ફરિયાદ નોધવા તજવીજ હાથ ધરવામાં આવી છે અને આ યુવાન નાં મૃત્યુ અંગે નું કારણ શોધીને હત્યા માં સંડોવાયેલા અજાણ્યા શખ્સો ની શોધખોળ શરૂૂ કરી છે.

Exit mobile version