પ્રેમ પ્રકરણમાં યુવાનનું અપહરણ કરી ઢોર માર મારી ફેંકી દેવાયો

  જામનગરમાં રહેતા આશિષ રાણાભાઇ અસવાર નામના 21 વર્ષની વયના એક યુવાનનું કોઈ શખ્સો દ્વારા પ્રેમ પ્રકરણના કારણે અપહરણ કરાયું હતું, અને કનસુમરા પાસે અવાવરૂૂ…

 

જામનગરમાં રહેતા આશિષ રાણાભાઇ અસવાર નામના 21 વર્ષની વયના એક યુવાનનું કોઈ શખ્સો દ્વારા પ્રેમ પ્રકરણના કારણે અપહરણ કરાયું હતું, અને કનસુમરા પાસે અવાવરૂૂ સ્થળે લઈ જઇ તેને ઢોર મારવામાં આવ્યો હતો, અને ત્યાં જ ફેંકી દેવાયો હતો.

જે બનાવવાની મોડેથી 108ની ટીમને જાણ કરાતાં 108 ની ટુકડી બનાવના સ્થળે પહોંચી ગઈ હતી, અને ઇજાગ્રસ્ત યુવાનને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. આ બનાવની જાણ થતાં પોલીસ ટુકડી દોડતી થઈ છે, અને સમગ્ર બનાવ મામલે ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.