Site icon Gujarat Mirror

આનંદનગરના કવાર્ટરમાં માનસિક બીમારીથી કંટાળી યુવાનનો આપઘાત

માતા જોઇ જતા 108ને જાણ કરી પરંતુ જીવ ન બચ્યો

રાજકોટ શહેરના આનંદ નગર ક્વાર્ટરમાં રહેતા યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોક છવાઈ ગયો છે.આ ઘટનામાં તેમને માનસિક બીમારીને કારણે આ પગલું ભરી લીધાનું જાણવા મળી રહ્યું છે.
વધુ વિગતો મુજબ,આનંદનગર ક્વાર્ટરમાં રહેતા હરિ બિપિનભાઈ વ્યાસ(ઉ.35)નામના યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.આ ઘટનામાં જાણવા મળ્યું હતું કે તેમને માનસિક બીમારી હતી અને તેમના પિતા હયાત નથી માતા બહાર હતા ઘરે જઈને જોયું તો પુત્ર લટકતો હતો.108ને જાણ કરતા તબીબે તેમને મૃત જાહેર કર્યો હતો. તે એકનો એક અને ઘરનો આધાર સ્થંભ હતો.તેમના મૃત્યુથી માતા નોંધારી છે.

જ્યારે અન્ય બનાવમાં ગોંડલરોડ પર આવેલા લોહાનગરમાં રહેતી સોનલ દેવીપુજક નામની યુવતી ગઈકાલે રાત્રે નાનામવા સર્કલ પાસે સિલ્વર હાઈટ્સ પાસે હતી ત્યારે ફિનાઈલ પી જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. તેમના પિતા હયાત નથી અને તે માતા સાથે શેરડી વેચે છે.

Exit mobile version