Site icon Gujarat Mirror

વચ્છરાજનગરના યુવાનનું હૃદય રોગના હુમલાથી મોત

oplus_2097152

મોટી ટાંકી ચોકમાં વૃદ્ધે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

શહેરમાં હદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ એક યુવકનું મોત નિપજ્યું છે. જેમાં કોઠારિયા રોડ ઉપર આવેલા વચ્છરાજ નગરમાં રહેતા યુવકનું હદય રોગના હુમલાથી મોત નિપજતાપરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કોઠારિયા રોડ ઉપર રણુજા મંદિર પાસે આવેલા વચ્છરાજ નગરમાં રહેતા વિઠલભાઈ હમીરભાઈ સાંગલિયા નામનો 32 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે વહેલી સવારે છાતીમાં દુખાવો ઉપડતા તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે યુવકનું હદય રોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાહેર કરતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

આ ઉપરાંત બીજા બનાવમાં શહેરની મધ્યમાં આવેલા મોટી ટાંકી ચોક પાસે ચાંદની એપાર્ટમેન્ટમાં રહેતા ચેતનભાઈ મુંગટલાલ સંઘાણી નામના 61 વર્ષના વૃદ્ધે કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વૃદ્ધના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version