Site icon Gujarat Mirror

ભાવનગરના તળાજા નજીક વાહન અકસ્માતમાં મહુવાના યુવાનનું મોત

ભાવનગર જિલ્લાના તળાજા નજીક સાંખડાસર-1નું પાટિયું વર્ષોથી અકસ્માતો ને લઈ રક્તરંજીત બનતું આવ્યું છે તે સિલસિલો આજે પણ મહુવાના રીક્ષા ચાલક યુવકના મોત ને લઈ યથાવત રહ્યો છે. એક કાર ચાલકની બે ફિકરાઈએ ગરીબ પરિવારનો આધાર અને પિંખી નાખ્યો છે.


અકસ્માતની મળતી વિગતો મુજબ મહુવાના ભાદર રોડ જાપા વિસ્તારમાં રહેતા અબ્દુલ કાદરભાઈ અગવાન ઉ.વ 31 આજે બપોરના ત્રણેક વાગ્યાના સુમારે મહુવા થી તળાજા એલ્યુમિનિયમ સેક્સનની બારીઓ ભરી લોડિંગ ડીઝલ રીક્ષા ગુજરાત પાસિંગની નં.3699 તળાજા આવી રહ્યા હતા.


સાંખડાસર-1ના પાટિયા નજીક પહોંચ્યા ત્યારે સિયાઝ કાર નં.જીજે 5-જે.એસ.-5529 ના ચાલકે રીક્ષાને પાછળના ભાગેથી ઠોકર મારતા આગળ જતાં વાહન સાથે રીક્ષા અથડાઈ હતી.ચાલક અબ્દુલભાઈ ફંગોળાયા હતા ને સ્થળપર તે જન્નતનશીન થયા હતા.


બનાવને લઈ તળાજા હોસ્પિટલ ખાતે દોડી જનાર આગેવાન ફિરઝભાઈ હાજીઅલી એ જણાવ્યું હતુ કે કરૂૂણાંતીકાએ છેકે મૃતકને બે વર્ષ અને બે માસની બે દીકરીઓ છે.

Exit mobile version