Site icon Gujarat Mirror

લાખાજીરાજ ઉદ્યોગનગરના યુવકનું કમળાની બિમારી સબબ મોત

oplus_2097184

રોગચાળાએ માજા મુકી હોય તેમ જીવલેણ રોગચાળાથી માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે વધુ એક બનાવમાં દુધસાગર રોડ પર આવેલ લાખાજીરાજ ઉદ્યોગનગરમાં રહેતા યુવકનું કમળાની બિમારી સબબ મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, દુધસાગર રોડ પર આવેલા લાખાજીરાજ ઉદ્યોગનગરમાં રહેતાં જીગ્નેશભાઈ લક્ષ્મણભાઈ સરવૈયા નામનો 31 વર્ષનો યુવાન કમળાની બિમારીમાં સપડાતાં રાત્રીનાં સમયે બેભાન હાલતમાં ઢળી પડયો હતો. યુવકને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. મૃતક યુવાન બે ભાઈ બે બહેનમાં નાનો અને પરિણીત હતો.

બીજા બનાવમાં શહેરની ભાગોળે આવેલા લોઠડા ગામે રહેતા રાજેન્દ્રભાઈ ફુલગેભાઈ ગૌતમ નામના 50 વર્ષના આધેડને સવારના નવેક વાગ્યાના અરસામાં હ્રદયરોગનો હુમલો આવતાં બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version