શહેરની ભાગોળે આવેલા કાળીપાટ ગામે રહેતા યુવાને આર્થિક ભીસ કંટાળી ગળેફાંસો ખાઇ લેતા તેમના મૃતદેહને પોસ્ટમોટર્મ માટેે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. યુવાનનો મૃત્યુથી તેમના ત્રણેય સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. આ મામલે આજીડેમ પોલીસના સ્ટાફે કાગળો કર્યા હતા.
વધુ વિગતો મુજબ કાળીપાટ ગામે રહેતા અને કારખાનામાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી શૈલેષભાઇ બાબુભાઇ મકવાણા નામના 35વર્ષના યુવાને પોતાના ઘરે ગળેફાંસો ખાઇ લેતા 108 ઇ.એમ.ટી ભાગ્યવાનભાઇ પચાલે મૃત જાહેર કર્યા હતા. શૈલેષભાઇ મૃતદેેહને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ મામલે આજીડેમ પોલીસના હેડકોન્સ્ટેબલ હરસુરભાઇ ડાંગર અને સ્ટાફે તપાસ શરૂ કરી હતી જેમાં શૈલેષભાઇના પત્ની માવતરે પ્રસંગ હોય ત્યા ગયા હતા અને તેમને સંતાનમાં બે દિકરા અને એક દિકરી છે. શૈલેષભાઇને આર્થિક ભીસથી આ પગલુ ભરી લીધુ હોવાનુ પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યુ છે. તેમના મૃત્યુથી ત્રણેય સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.
–

