રાજકોટ-અમદાવાદ હાઇવે પર આવેલા કુચીયાદડ પાસે બંધ પડેલા ટેન્કરની પાછળ ટ્રક ઘુસી જતા તેના ચાલકનુ ઘટના સ્થળે મોત નીપજયુ હતુ. આ મામલે મૃતક ટ્રક ચાલકનાં પીતરાઇ ભાઇએ ટેન્કરનાં ચાલક વિરુધ્ધ ફરીયાદ નોંધાવી છે.
વધુ વિગતો મુજબ કાલાવડનાં અરલા ગામે રહેતા અને ડ્રાઇવીંગ કામ કરતા રવીરાજસિંહ રામસંગ ઝાલા (ઉ.વ. 37) ગઇ તા. 17 નાં રોજ પોતાનો ટ્રક લઇ વાંકાનેર જતા હતા ત્યારે બપોરનાં બે વાગ્યે કુચીયાદડ ગામનો બ્રીજ ઉતરતા હતા ત્યારે આગળનાં રસ્તે એક ટેન્કર ચાલક રોડ વચ્ચે કોઇ સિગ્નલ બતાવ્યા વગર ઉભો હતો. ત્યારે તેની પાછળ અચાનક ટ્રક અથડાતા રવીરાજસિંહનાં માથાનાં ભાગે અને પગનાં ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ઘવાયેલા રવિરાજસિંહને સારવાર માટે સિવીલ હોસ્પીટલમા ખસેડવામા આવ્યા હતા.
તેમજ અકસ્માત સર્જનાર ટેન્કર વરાહ ઇન્ફરા લી. કંપનીનુ હોવાનુ જાણવા મળ્યુ હતુ. ટેન્કર ઉભુ હતુ કોઇ સિગ્નલ આપવામા આવ્યુ નહોતુ. તેમજ સિવીલ હોસ્પીટલે ખસેડાયેલા રવિરાજસિંહનુ સારવારમા ખસેડવામા આવતા મોત નિપજયુ હતુ. આ મામલે રવિરાજસિંહનાં પીતરાઇ ભાઇ ગજેન્દ્રસિંહ જામભા ઝાલા (રહે. ઓફીસર્સ કોલોની કે. કે. હોલ પાસે 1પ0 ફુટ રીંગ રોડ ) ની ફરીયાદ પરથી અકસ્માત સર્જનાર ટેન્કર ચાલક વિરુધ્ધ ગુનો નોંધવામા આવ્યો હતો . આ ઘટના મામલે એરપોર્ટ પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ એસ. એસ. જાડેજા તપાસ ચલાવી રહયા છે . અકસ્માત સર્જી ભાગી ગયેલા ટેન્કરનાં ચાલકની શોધખોળ કરવામા આવી રહી છે.

