Site icon Gujarat Mirror

દ્વારકાના યુવાનને ઘરના સભ્યોએ બીમારીની દવા લેવાનું કહેતા લાગી આવતા જિંદગી ટૂંકાવી

દ્વારકાના ધીંગેશ્વર પાડો વિસ્તારમાં રહેતા ભરતભાઈ નથુભાઈ ચોપડા નામના 37 વર્ષના સતવારા યુવાને ગઈકાલે મંગળવારે સવારના સમયે પોતાના ઘરે પોતાના રૂૂમમાં પંખામાં દોરડા વડે ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો. મૃતક ભરતભાઈને તેમના ઘરના સભ્યોએ તેમની માનસિક બીમારીની દવા લેવા જવાનું તથા સારવારમાં દાખલ થવાનું કહેતા તેમને દવા લેવી ન હોય અને દાખલ થવું ન હોય, જે બાબતે મનમાં લાગી આવતા તેમણે ઉપરોક્ત પગલું ભર્યું હોવા અંગેની જાણ મૃતકના મોટાભાઈ પરસોતમભાઈ નથુભાઈ ચોપડાએ દ્વારકા પોલીસને કરી છે.

અકસ્માત
ઓખા મંડળના સુરજકરાડી ખાતેના ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતા ભાર્ગવભાઈ જયંતીભાઈ તન્ના નામના 35 વર્ષના વેપારી યુવાન તેમના માતા પ્રવિણાબેન જયંતીલાલ તન્ના (ઉ.વ. 64) સાથે મોટરસાયકલ પર બેસીને દ્વારકાથી સુરજકરાડી ગામે જઈ રહ્યા હતા, ત્યારે વરવાળા ગામ નજીક પહોંચતા તેમની બાઈક આડે એકાએક ગાય દોડતી આવતા મોટરસાયકલને આગળના ભાગ સાથે અકસ્માત સર્જાયો હતો. જેના કારણે તેઓ બાઈક સાથે ફંગોળાઈ ગયા હતા. આ અકસ્માતમાં બાઈકમાં જઈ રહેલા પ્રવિણાબેન તન્નાને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઇજાઓ થતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ ભાર્ગવભાઈ તન્નાએ દ્વારકા પોલીસને કરી છે.

Exit mobile version