Site icon Gujarat Mirror

ભાયાસરના યુવાને બે પુત્રના ઓપરેશન માટે 1.10 લાખ વ્યાજે લીધા, 2.90 ચૂકવી દીધા છતાં વધુ ઉઘરાણી કરી

વ્યાજખોર પિતા-પુત્ર સામે વ્યાજખોરીનો ગુનો નોંધાયો, યુવાને પુત્રના મોતીયાના ઓપરેશન માટે પૈસા લીધા હતાં

રાજકોટ નજીક ભાયાસર ગામે રહેતાં અને ખેતમજુરી કરતાં અજયભાઈ ખોડાભાઈ ડાભી (ઉ.વ.37) એ તેના બે પુત્રોના મતિયાના ચેકઅપ માટે વ્યાજે લીધેલી રકમના મુદ્દે વ્યાજખોર મુન્ના મુંધવા અને તેના પુત્ર ભુપત મુંધવા (રહે. બંને પાડાસણ, તા. રાજકોટ)એ ગાળો દઈ ધમકી આપ્યાની આજીડેમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

અજયભાઈએ પોલીસને જણાવ્યું કે, તેના પુત્રોને જન્મથી મોતીયાની બીમારી હોવાથી ચેકઅપ માટે ગઈ તા.4.12.24નાં આરોપી મુન્ના પાસેથી 10 ટકા લેખે રૂૂા. 10 હજાર લીધા હતાં. ત્યારબાદ બંને પુત્રોને હોસ્પિટલ ચેકઅપ કરાવાતા ત્યાં ઓપરેશન કરાવવાનું જણાવાયું હતું. કરાવવાનું જણાવાયુ જેથી તેણે ફરી આરોપી મુન્ના પાસેથી 1 લાખ 30 ટકા વ્યાજે લીધા હતાં.

ત્યારબાદ મુન્નો અને તેનાં પુત્ર ભુપત તેની પાસે વ્યાજ લઈ જતા હતા વ્યાજ ચુકવવામાં મોડુ થાય તો પેનલ્ટી લેતા હતાં. તેણે આરોપીઓને કટકે કટકે રૂૂા 2.90 લાખ ચુકવી દીધા હતાં. બીજી તરફ તેના ખેતીના પાકનું વેચાણ થયુ ન હોવાથી બે મસનું વજ્ર આપી નહી શકતા આરોપીઓ ફોન ઉપર ઉઘરાણી કરતા હતાં. ગઈ તા. 18નાં આરોપીઓએ તેની વાડીએ જઈ બાઈકમાંથી ધોકો લઈ તેની પાસે આવી ગાળો દઈ આપી હતી. તેમજ હવે તારે વ્યાજનું વ્યાજઅને મુડી થઈને રૂૂા. 25 લાખ આપવા પડશે કહી ધમકી આપતા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.

Exit mobile version