Site icon Gujarat Mirror

ઉછીના આપેલા રૂપિયા વ્યાજે આપ્યાની મિત્રએ ફરિયાદ નોંધાવતા યુવાને ફિનાઈલ પી લીધું

જુદા જુદા ત્રણ સ્થળે સગીરા સહિત ત્રણ લોકોએ જ્વલનશીલ પ્રવાહી પીધું

શહેરમાં આજીડેમ ચોકડી નજીક આવેલ માધવ વાટીકામાં રહેતા યુવાને મિત્રને હાથ ઉછીના રૂપિયા આપ્યા હતાં. પરંતુ મિત્રએ 20 ટકાના વ્યાજે રૂપિયા આપ્યાની ફરિયાદ નોંધાવતા યુવકને માઠુ લાગી આવ્યું હતું અને ફિનાઈલ ગટગટાવી લીધું હતું. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડાયો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ આજીડેમ ચોકડી પાસે આવેલ માધવ વાટીકામાં રહેતા ઘમશ્યામ ભરતભાઈ ડાભી ઉ.વ.37 રાત્રીના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે ફિનાઈલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ઘનશ્યામ ડાભીએ કાકીની જમીન વેચાતા મીત્ર જયસુખન બાબુ જમોડને રૂા. એક લાખ હાથ ઉછીના આપ્યા હતાં. પરંતુ મિત્રએ રૂપિયા 20 ટકાના વ્યાજે આપ્યા હોવાની ફરિયાદ નોંધાવતા ઘનશ્યામ ડાભીને લાગી આવ્યુ ંહતું અને ફિનાીલ પી લીધું હોવાનું જાણવા મળ્યુ છે.

આ ઉપરાંત અન્ય બનાવમાં કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં આવેલ બજરંગ સોસાયટીમાં રહેતી પ્રતિજ્ઞાબેન રાજેશભાઈ ચૌધરી ઉ.વ.16, દુધસાગર રોડ ઉપર મનહર સોસાયટીમાં રહેતા કહેત ઈરફાનભાઈ સમા ઉ.વ.16 અને રાજનગરમાં રહેતી રીમાબેન સિદ્દરાજભાઈ વરાણ ઉ.વ.35એ કોઈ અગમ્યકારણસર પોતપોતાના ઘરે ફિનાઈલ પી લીધું હતું. ત્રણેયને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાામાં આવ્યા હતાં. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version