Site icon Gujarat Mirror

હનુમાન ટેકરી વિસ્તારમાં યુવાને બીમારીથી કંટાળી આત્મહત્યા કરી

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતા એક વણકર યુવાને પોતાની પેટની બીમારીથી તંગ આવી જઈ ગળાફાંષા દ્વારા આત્મહત્યા કરી લીધી છે.આ બનાવવાની વિગત એવી છે કે જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા પ્રફુલ લક્ષ્મણભાઈ નામના 26 વર્ષના વણકર યુવાને ગઈકાલે પોતાના ઘેર ગળાફાંષા દ્વારા આત્મહત્યા કરી લીધી છે.

આ બનાવ અંગે મૃતકના પિતા લક્ષ્મણભાઈ પીઠાભાઈ એ પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝન ના પોલીસ હેડ કોન્સ્ટેબલ એચ. એ. પરમાર બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવાને પોતાના પેટના દુખાવાથી કંટાળી જઇ આ પગલું ભરી લીધું હોવાનું જણાવાયું છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.

Exit mobile version