Site icon Gujarat Mirror

મોચી બજારના કૃષ્ણપરામાં યુવકનો આર્થિકભીંસથી આપઘાત

રાજકોટ શહેરનાં મોચી બજાર ખાટકી વાસ પાસે આવેલા કૃષ્ણપરામા રહેતા યુવાને આર્થીક ભીંસથી કંટાળી જઇ ગળેફાંસો ખાઇ લેતા તેમને હોસ્પીટલે ખસેડવામા આવતા ફરજ પરનાં તબીબે મૃત જાહેર કર્યો હતો આ ઘટનામા એ ડીવીઝન પોલીસનાં સ્ટાફે જરુરી કાગળો કર્યા હતા.

વધુ વિગતો મુજબ મોચી બજારમા આવેલા કૃષ્ણપરામા રહેતા રહીમ ગનીભાઇ કટારીયા નામનાં 31 વર્ષનાં યુવાને પોતાનાં ઘરે ગઇકાલે બપોરનાં સમયે છતના હુકમા ચાદર બાંધી ગળેફાંસો ખાઇ લેતા તેમને સારવાર માટે સિવીલ હોસ્પીટલે ખસેડવામા આવ્યો હતો ત્યા ફરજ પરનાં તબીબ સ્મીત જીયાણીએ તેમને મૃત જાહેર કર્યો હતો આ મામલે એ ડીવીઝન પોલીસને જાણ કરતા હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ ગોહીલ અને સ્ટાફે સિવીલ હોસ્પીટલે પહોંચી કાગળો કર્યા હતા મૃતક બે ભાઇમા નાના અને તેને સંતાનમા એક દીકરો છે. મૃતકને કામધંધો ન મળતા આ પગલુ ભરી લીધુ હોવાનુ જાણ પોલીસની પ્રાથમીક તપાસમા જાણવા મળી રહયુ છે.

Exit mobile version