Site icon Gujarat Mirror

શાપર-વેરાવળમાં યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

oplus_2097152

શાપર વેરાવળ માં આવેલા મારુતિ પાર્કમાં રહેતા યુવાને કોઈ કારણોસર ગળે ફાંસો ખાઈ લેતા તેમને સારવાર માટે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું.

વધુ વિગતો મુજબ, શાપર વેરાવળમાં મારુતિ પાર્કમાં રહેતા દિનેશ પાલજીભાઈ રાઠોડ નામના 38 વર્ષના યુવાને ગઈકાલે રાત્રિના સમયે પોતાના ઘરે એન્ગલમાં સાડી બાંધી ગળેફાંસો ખાઈ લેતા તેમને પત્નીએ બચાવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેનું સારવારમાં મોત નીપજ્યું હતું.તેમને સંતાનમાં બે દીકરા છે અને તે રીક્ષા ચલાવતો હતો તેમણે ક્યાં કારણોસર આ પગલું ભર્યું એ અંગે હાલ પોલીસે વધુ તપાસ થઈ રહી છે.

Exit mobile version