Site icon Gujarat Mirror

જેને પ્રેમ કરતો હતો તે યુવતીના પરિવારે લગ્નનો ઈન્કાર કરી દેતા યુવકનો આપઘાત

શહેરમાં કુવાડવા નજીક વાકાનેર રોડ પર ખાનગી કંપનીમાં નોકરી કરતો અને કંપનીની ઓરડીમા રહેતા યુવકે ઓરડીમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેના પરીવારમાં શોક છવાયો છે. તેને કોઈ યુવતી સાથે પ્રેમ સંબંધ હોય અને તેની સાથે લગ્ન કરવાની વાત કરતા યુવતીના પરીવારે લગ્નની ના પાડતા લાગી આવતા આ પગલુ ભરી લીધાનુ પ્રાથમીક તપાસમાં બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.

વધુ વિગતો મુજબ,વાકાનેર પંથકમાં રહેતા અને વાકાનેર રોડ પર મેરી ગોલ્ડ કંપનીમાં કામ કરતા અને ત્યા ઓરડીમાં રહેતા રામજી અશ્વીનભાઈ વનાણી (ઉ.19) એ ઓરડીમાં છતના હુકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતા કુવાડવા પોલીસ મથકના જમાદાર મયુરભાઈ સહીતની ટીમે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સીવીલ હોસ્પીટલમાં ખસેડી તપાસ કરતા મૃતક ચાર ભાઈમાં મોટો હોવાનુ અને તેને યુવતી સાથે પ્રેમ સંબંધ હોય પરંતુ યુવતીના પરીવારે લગ્ન કરવાની ના પાડતા આ પગલુ ભરી લીધાનુ પરીવારે જણાવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.કુવાડવા રોડ પોલીસ મથકના એએસઆઈ એમ.એમ.અજાગ્યાની તપાસમાં ખુલ્યા પ્રમાણે રામજી મૂળ વાંકાનેર પંથકનો છે.ચાર ભાઈમાં સૌથી મોટો હતો.

વધુમાં વિગત મુજબ, મૃતક યુવકના પરિવારજનો જ્યારે યુવતીના ઘરે લગ્ન માટેની વાત કરવા ગયા હતા તે દરમ્યાન યુવતીના પરિવારજનોએ રામજી સાથે લગ્ન માટે ઇન્કાર કરી દેતા તેને લાગી આવ્યું હતું.પ્રેમમાં મળેલા આ આઘાતને યુવક પચાવી શક્યો ન હતો અને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું.

Exit mobile version