Site icon Gujarat Mirror

અટલ સરોવર પાસે લાઇટ હાઉસમાં યુવાને વ્યાજખોરના ત્રાસથી ઝેરી ટીકડા ખાધા

oplus_2097184

અટલ સરોવર પાસે આવેલા લાઇટ હાઉસમાં આવાસ કવાર્ટરમાં રહેતા જયેેશ શાંતિલાલ સોની (ઉ.વ.44)નામના યુવાને ગઇકાલે સાંજે એસટી બસ સ્ટેશન પાસે ઝેરી ટીકડા ખાઇ લેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમને સંતાનમાં બે દીકરી છે અને પોતે કેટરેસનું કામ કરે છે. તેઓએ ધંધા માટે વ્યાજે પૈસા લીધા હતા જેથી વ્યાજખોરો પૈસાની ઉઘરાણી કરતા હોય જેથી આ પગલુ ભર્યુ હતું. તેઓ અગાઉ પણ ઝેરી દવા પીધી હતી અને અગાઉ તેઓ લાઇટ હાઉસના પ્રમુખ રહી ચૂકયા છે.

બીજા બનાવમાં દૂધસાગર રોડ પર રહેતા સુહાનાબેન મોહીતભાઇ (ઉ.વ.22)એ પોતાના ઘરે ફિનાઇલ પી લેતા તેમને સારવાર માટે ખસેડવામાં આવી હતી. તેમણે જણાવ્યુ હતું કે, તેમણે તેમના સાસુ, સસરા ત્રાસ આપતા હોય અને અહી સાથે રહેતા પતિ મોહીતને તેઓ ગોંડલ તેડી જતા આ પગલુ ભર્યુ હતું. તેમજ તેમના લગ્ન નવ મહિના થયા હોવાનુ જાણવા મળ્યુ હતું.

Exit mobile version