Site icon Gujarat Mirror

મોરબી પંથકમાં ગળાફાંસો ખાઈને યુવક, આધેડ અને વૃધ્ધનો આપઘાત

મોરબી શહેરમાં બે અને લક્ષ્મીનગર ગામે આત્મહત્યાનો બનાવ બન્યો

મોરબીના લક્ષ્મીનગર ગામે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ યુવાને મોત વ્હાલું કર્યું હતું. મોરબી તાલુકા પોલીસે આગળ તપાસ હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર લક્ષ્મીનગર ગામ ખાતે રહેતા મહેશભાઇ રમેશભાઇ પરમાર ઉ.વ.-30 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા આગળ તપાસ શરુ કરી છે.

મોરબીના ડીવાઇન પાર્કમાં રહેતા એક વૃધ્ધાએ કોઈ કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. મોરબી સીટી એ ડીવીઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ડીવાઇન પાર્ક સત્ય બી એપાર્ટમેન્ટ 301માં રહેતા 75 વર્ષીય વૃદ્ધા સવિતાબેન છગનભાઈ પાંચોટીયાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના એપાર્ટમેન્ટના ધાબાની ઓરડીમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. મોરબી સીટી એ ડીવીઝન પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના સોઓરડી ચામુંડાનગર વિસ્તારમાં કોઈ અગમ્ય કારણોસર આધેડએ ગળાફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું હતું. મોરબી સીટી બી ડીવીઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ મોરબીના સોઓરડી ચામુંડાનગર શેરી નં.1માં રહેતા ગૌતમભાઇ અમરશીભાઇ સોલંકી ઉવ 55 નામના આધેડે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતા તેમનું મોત નીપજ્યું હતું. મોરબી સીટી બી ડીવીઝન પોલીસે આત્મહત્યાનું કારણ શોધવા આગળ કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version