Site icon Gujarat Mirror

પડધરીના દેવળિયામાં શ્રમિક યુવાને ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

oplus_65552

પડધરીના દેવળીયા ગામે આઠ દિવસ પૂર્વે મજૂરી કામ કરવા આવેલા શ્રમિક યુવાને કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ પડધરી તાલુકાના દેવળીયા ગામે આવેલી કંપનીમાં કામ કરતા સુરજ રામેશ્વર ધાડક નામનો 20 વર્ષનો યુવાન કંપનીના રૂૂમમાં હતો ત્યારે કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટના અંગે જાણ થતાં પડધરી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક દોડી ગયો હતો. અને યુવકના મોત અંગે તેના પરિવારને જાણ કરતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. અને પરિવાર રાજકોટ આવવા રવાના થયો હતો પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી આપઘાતનું કારણ જાણવા તપાસનો દોર લંબાવ્યો છે.

આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં ગોંડલના ભુણાવા ગામે રહેતા અર્જુનસિંહ બળવંતસિંહ જાડેજા નામના 45 વર્ષના પ્રૌઢ પોતાના ઘરે હતા. ત્યારે હાથ પગમાં સોજા ચડી જતા બેશુદ્ધ હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ પ્રૌઢનું બીમારી સબબ મોત નિપજતા પરિવારમાં આરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version