Site icon Gujarat Mirror

કોઠારિયા સોલવન્ટમાં પત્ની ઘરેથી ચાલી જતા શ્રમિક યુવાનનો આપઘાત

oplus_2097152

શહેરની ભાગોળે કોઠારિયા સોલવન્ટમાં રહેતા શ્રમિક યુવાને પત્ની ઘરેથી ચાલી જતા ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ કોઠારિયા સોલવન્ટમાં શીતળાધાર પાસે આવેલા 25 વારીયા કવાર્ટરમાં રહેતા ચંદન રામવિનય શાહ (ઉ.વ.33)નામના યુવાને ગત રાત્રે પોતાના ઘરે એંગલમાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ અંગે આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતકને સંતાનમાં એક પુત્ર અને તે કારખાનામાં કામ કરતો હતો. જો કે, છેલ્લા બે મહિનાથી કામ ધંધો કરતો ન હોય અને દારૂ પીવાની કુટેવ ધરાવતો હતો. જેના કારણે ગઇકાલે તેની પત્ની ઘરેથી ચાલી ગયા બાદ તેણે આ પગલું ભરી લીધાનુ જાણવા મળ્યુ છે.

Exit mobile version