Site icon Gujarat Mirror

પડવલા પાસે શ્રમિક પરિણીતાએ ટ્રેન હેઠળ ઝંપલાવી કર્યો આપઘાત

ઉત્તરપ્રદેશની વતની હાલ શાપર-વેરાવળના પડવલા ગામ પાસે એક કારખાનાની ઓરડીમાં રહેતી ફુલવંતી ધીરેન્દ્ર ઓમપ્રકાશ રાજપુત નામની 34 વર્ષની પરિણીતા પોતાના ઘરેથી નીકળ્યા બાદ પડવલા ગામ પાસે આવેલી રેલ્વેના ફાટક પાસે ટ્રેન હેઠળ જંપલાવી આપઘાત કરી લીધો હતો. પરિણીતાના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. બનાવની જાણ થતા શાપર-વેરાવળ પોલીસે સ્થળ પર પહોંચી મહિલાના મૃતદેહને પીએમ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. મૃતક મહિલાનો પતિ મજુરીકામ કરે છે. મૃતક મહિલાને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત બીજા બનાવમાં મોચી બજારમાં રહેતા અબ્બાસ અમીનભાઈ સુજાડીયા નામનો 24 વર્ષનો યુવાન બપોરના એકાદ વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે કોઈ અગમ્ય કારણસર પંખામાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. યુવકના મોતથી પરિવારમાં માતમ છવાયો છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન મચ્છીનો ધંધો કરતો હતો અને ત્રણ ભાઈમાં નાનો હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version