ગુજરાત
મુળીના આસુન્દ્રાળીની ખાણમાં ભેખડ ધસી પડતા શ્રમિકનું મોત
ફરિયાદ નોંધાશે? પરિવારને પૈસા આપી સમાધાન કરી લીધાની ચર્ચા
ઝાલાવાડમાં ફરી ભૂમાફિયા સક્રિય બન્યા છે. ગેરકાયદે ખાણમાં વધુ એક શ્રમિકનું મોત નીપજ્યું છે. જેમાં થાનગઢના ખાખરાથળનો રહેવાસી 30 વર્ષના શૈલેષભાઈ હકાભાઈ રંગપરા તા.27-10-2024ને રવિવારે સાંજે ચાર વાગ્યે મૂળી તાલુકાના આસુન્દ્રાળી ગામે કોલસાની ગેરકાયદે ખાણમાં મજૂરી કામ કરતા હતા ત્યારે ભેખડ પડતાં તેમનું મોત નીપજ્યું હતું. આ કોલસાની ગેરકાયદે ખાણોના 4 માલિક છે.
જેમાં એક ખાખરાથળના ભગાભાઈ છે, બીજી તરફ ચોમાસુ વિરામ લેતા ફરી ખનીજ માફિયા બેફામ છે. જિલ્લાના ભૂસ્તર વિજ્ઞાન ખાણ ખનીજના નીરવ બારોટ રજા ઉપર જતા જ ખનીજ માફિયા ફરી સક્રિયા બન્યા છે. મૂળી તાલુકાના આન્સુદ્રાળી ગામના સીમની જમીનની અંદર કોલસાની ખાણની અંદર સુરંગમાં ભેખડ પડતાં શૈલેષભાઈ હકાભાઇ રંગપરા નામના યુવાનો મોત થયાનું જાણવા મળ્યું છે. ત્યારે મૂળી તાલુકાની પોલીસ કેસ રફેદફે કરીને એક્સિડન્ટમાં ખપાઈ દેવાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મૃતકના પરિવારજનોને રૂૂ. 3 લાખ દઈને કેસનું સમાધાન કરી દેવાયું છે. મૂળી પોલીસ તેમજ મૃતકના પરિવારજનોનો સંર્પક કરવા છતાં ફોન રિસવ કર્યા ન હતા.